________________
(૫) નિશ્ચેતન ચેતન
૧૪૭
નિશ્ચેતન ચેતત હાજર તો “ચેતન' હાજર પ્રશ્નકર્તા : એ એની હાજરીની અભિવ્યક્તિ નિચેતન ચેતનથી થાય એટલે નિશ્ચેતન ચેતન હોય ત્યાં શુદ્ધ ચેતન હોય એવું થયું ?
દાદાશ્રી : હા, એ નિશ્ચેતન ચેતન હોય ત્યાં શુદ્ધ ચેતન હોય.
પ્રશ્નકર્તા : નિશ્ચેતન ચેતન હોય ત્યાં આગળ એ શુદ્ધ ચેતન હોય, એ વિસ્તારથી સમજાવો.
દાદાશ્રી : આની મહીં (ટેબલમાં) નિશ્ચેતન ચેતન નથી, ત્યાં શુદ્ધ ચેતન ના હોય. એક ઝાડ, એ જીવતું ના હોય ને સૂકાઈ ગયેલું હોય તો તેમાં નિશ્ચેતન ચેતન નથી, એટલે ત્યાં ચેતનેય નથી.
પ્રશ્નકર્તા એટલે જડ હોય ? નિશ્ચેતન થઈ ગયો એટલે જડ થઈ ગયો છે ?
દાદાશ્રી : હા, અને પેલું નિશ્ચેતન ચેતન એટલે શું કે નિક્ષેતન ચેતન જડ છે છતાંય ચેતન જેવું દેખાય છે. એવાં લક્ષણ હોય ચેતન જેવા તો ત્યાં આગળ ચેતન હોય એવું કહેવા માંગું છું અને જ્યાં ઝાડ સૂકાઈ ગયેલું છે કે માણસ મરી ગયેલો છે ત્યાં આગળ આમ હાથ નથી હાલતા, આંખોય નથી હાલતી, કંઈ વાતચીત નથી થતી, સાંભળતા નથી, એ બધું બંધ થઈ ગયું, નિચેતન ચેતનના બધા ગુણો બંધ થઈ ગયા એટલે ત્યાંથી પેલું ચેતનેય રવાના થઈ ગયું. નિશ્ચેતન ચેતન એ ડિસ્ચાર્જ ચેતન, મળ્યો છેલ્લો સાંધો
આ જગત જે આત્મા માની રહ્યું છે કે, તે નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન એટલે ડિસ્ચાર્જ થતું ચેતન છે. આ બધા જગતના લોકોને પણ ડિસ્ચાર્જ ચેતન છે, ફક્ત એ “હું છું માને એટલું છે. “હું છું માને છે એ રોંગ બિલીફ છે એની અને રોંગ બિલીફ એટલે આવતો ભવ ઊભો થાય છે. જો રાઈટ બિલીફ બેસી તો આવતો ભવ ઊભો થાય નહીં ને આપણું કામ થઈ જાય. ડિસ્ચાર્જ તો થયા જ કરવાનું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ