________________
૧૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આ ગિલોડીની પૂંછડી કપાય, એમાં પૂંછડી કયા કર્તાપદથી કૂદે છે, એ કહો.
પ્રશ્નકર્તા: ચાર્જ રહેલું છે ને !
દાદાશ્રી : હા, એ ચાર્જ રહેલું છે તે ચાર્જ આ કૂદે છે. એ ડિસ્ચાર્જ થયા કરે છે. બાકી ગિલોડી તો આગળ ચાલતી જ થઈ ગઈ. એટલે જ્યાં જ્ઞાન-દર્શન ત્યાં આત્મા. તે ગિલોડીમાં જ્ઞાન-દર્શન બેઉ છે, ત્યારે ત્યાં જોતી જોતી ચાલે છે, તે જ્ઞાન-દર્શન ત્યાં આત્મા.
જ્યાં જ્ઞાન-દર્શન નથી ત્યાં ઈશ્વર નથી, પરમાત્મા નથી, ભગવાનેય નથી. જ્યાં જ્ઞાન-દર્શન નથી, તે પછી આ ગિલોડીની કપાયેલી પૂંછડી ગિલોડીની માફક કૂદાકૂદ કરે તોય તેમાં જીવ નથી.
ચેતાની હાજરીથી લાગણી ઉદ્દભવે વિશ્વેતન ચેતનને
ચેતન કોને કહેવામાં આવે છે ? કંઈ પણ લાગણી ઉત્પન્ન થાય છે ને, ત્યાં ચેતન છે. લાગણી ઉત્પન્ન થાય એ ચેતન નથી પણ લાગણી ઉત્પન્ન થાય છે, ત્યાં ચેતન છે અને જ્યાં લાગણી ઉત્પન્ન થતી નથી. ત્યાં ચેતન નથી.
પ્રશ્નકર્તા : પણ જેના આધારે થાય છે તે ચેતન છે કે લાગણી ઉત્પન્ન થાય છે એ જગ્યાએ ચેતન છે ?
દાદાશ્રી : જેના આધારે થાય છે તે ચેતન છે ? તે પણ જેના આધારે થાય, એવો એનો આધાર કહીએ તો પાછો નવો વાંક ઊભો થાય. એટલે એની હાજરીથી આ લાગણી ઉત્પન્ન થાય. જ્યાં લાગણી ઉત્પન્ન થાય છે, ત્યાં ચેતન છે.
પ્રશ્નકર્તા: એ લાગણી ઉત્પન્ન થઈ અને જે અભિવ્યક્ત થયું, તે ચેતન અભિવ્યક્ત નથી થયુંને ?
દાદાશ્રી : એ અભિવ્યક્તય બધું નિશ્ચેતન ચેતનથી, પણ લાગણી છે ત્યાં ચેતન છે. ચેતન છે માટે આ બધી ક્રિયા થાય છે.