________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : વ્યવહાર આત્મા (મિશ્ર ચેતન) તે બિલીફ બગડેલી છે, તે જ કર્યા કરે છે.
૧૨૪
પ્રશ્નકર્તા : જે મિશ્ર ચેતન છે, એમાં શુદ્ધ ચેતનનો કોઈ ભાગ તો ખરો કે નહીં ?
દાદાશ્રી : કશોય નહીં.
પ્રશ્નકર્તા : એટલે શુદ્ધ ચેતનના ભાવમાંથી પેદા થયેલું છે ? આ મિશ્ર ચેતન પેદા ક્યાંથી થયેલું છે ?
દાદાશ્રી : માન્યતાથી ઊભું થયેલું છે. જેમ એક રૂમમાં એક માણસ સૂઈ ગયો છે. આગલે દા'ડે ભૂતની ચોપડી વાંચી હોય, અને પછી સૂઈ ગયો છે રૂમમાં અને કોઈ ઘરમાં છે નહીં, બીજા રૂમમાં છે તે કંઈ પ્યાલો ખખડ્યો, રાત્રે બારેક વાગે, એટલે એને એમ લાગે કે આ કંઈક છે, એ આવ્યું, ભૂત આવ્યું. એ જે બિલીફ પેઠી, એ બિલીફ
ક્યારે નીકળે ?
પ્રશ્નકર્તા : એ લાઈટ કરે અને એ કંઈ જુએ તો નીકળે.
દાદાશ્રી : લાઈટ કરવાની એનામાં તાકાત જ રહી ના હોય, મોઢે ઓઢ્યું છે, ઉઘાડું તો દેખી જશે તો શું થશે, કહે છે. એટલે સવારમાં ઊઠે, અજવાળું બધે દેખે, ત્યાર પછી ઉઘાડે. બધે પછી મહીં તપાસ કરે કે ઓહોહો ! આ તો ઉંદરડાએ પાડ્યું છે. ઉંદરડાએ થોડી થોડી લીંડીઓ કરી હોય. એ રોંગ બિલીફ નીકળે ત્યારે ઉકેલ આવે. એવી આ રોંગ બિલીફ પેસી ગઈ છે, તે મિશ્ર ચેતન ચાલુ થયું છે.
પ્રશ્નકર્તા : એટલે એ મિશ્ર ચેતન કયા સ્વરૂપે ?
દાદાશ્રી : રોંગ બિલીફ સ્વરૂપે છે. બધીયે રોંગ બિલીફો, મિશ્ર ચેતન કે મન-બન બધું રોંગ બિલીફો.
રોંગ બિલીફ ફળ આપીને જાય. આખી રાત મહીં તરફડાટ રહ્યો. એ ફળ આપે અને પછી નીકળી જાય. એવું આ બધી રોંગ બિલીફો ફળ