________________
(૪) મિશ્ર ચેતન
આપીને જતી રહે. મિશ્ર ચેતન એ ફળ આપીને જાય. બીજું કશું કરે નહીં. ફળ આપી રહે એટલે ચોખ્ખું એ પુદ્ગલ.
૧૨૫
મિશ્ર ચેતન કડવા-મીઠા ફળ આપીને પોતે શુદ્ધ પુદ્ગલ થઈ જાય. કડવા-મીઠા ફળ એ માન્યતાના ફળ છે.
પ્રશ્નકર્તા ઃ તો આત્મા એવો ને એવો જ રહ્યો છે ?
દાદાશ્રી : આત્મા તો આત્મા રહ્યો પણ આ જોડે જોડે મિશ્ર ચેતન થયું. તે આ લાગણીઓ થાય છે, યાદશક્તિ બધી, આ ટેપરેકર્ડ બોલવી એ બધા આ મિશ્ર ચેતનના ગુણ છે. મૂળ ચેતન ન્હોય આ અને મૂળ પરમાણુય હોય, બેનું મિક્ષ્ચર થયેલું છે આ.
આત્મા, એના પોતાના અસલ ગુણો પોતાના સ્વભાવમાં છે, પણ બધા વ્યતિરેક ગુણોવાળી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે. તે પ્રકૃતિથી બધું ચાલે પછી. બિલીફ એવી ને એવી રહે છે, કે હું આ છું કે તે છું એની ખબર પડતી નથી. કારણ કે જન્મથી જ એવાં સંસ્કાર આપવામાં આવે છે, કે પહેલા બાબો કહેવામાં આવે ને પછી એનું નામ પાડવામાં આવે, તે નામને પછી ભત્રીજો, મામો, કાકો કહેવામાં આવે. એને બધા ભયંકર અજ્ઞાનતાના સંસ્કાર આપવામાં આવે છે. સંસાર એટલે અજ્ઞાનતામાં જ ઘાલ ઘાલ કરવો. એટલે ગયા અવતારનો જ્ઞાની હોય ને, તેય આ અવતારમાં અજ્ઞાનના પાછા એને પડઘા પડે. ફરી પાછો ઉદય આવે ત્યારે નીકળી આવે. પણ આ સંસારનો એ ક્રમ જ એવો છે કે રોંગ બિલીફ લોકો ફિટ કરી આપે.
રોંગ બિલીફ ઊડે તો ભક્ષણહાર થાય રક્ષણહાર
પ્રશ્નકર્તા : પણ છતાં અજ્ઞાનને માટે જે મિશ્ર ભાગમાં ચેતન છે એ જવાબદાર નથી ?
દાદાશ્રી : એ જવાબદાર તો નથી, પણ જવાબદાર કોણ છે એ તો જાણવું પડેને ? અહંકાર. એ માન્યતા, રોંગ બિલીફ હતી, તે જ જવાબદાર હતી. રોંગ બિલીફ ઊડી ગઈ તો પછી તમે જવાબદાર નથી. રોંગ બિલીફ