________________
(૪) મિશ્ર ચેતન
૧ ૨૧
વ્યતિરેક ગુણ, તા ચેતનતા કે તા જતા પ્રશ્નકર્તા તો ક્રોધ-માન-માયા-લોભ એ જડના ગુણ કહેવાય ?
દાદાશ્રી : જો જડના ગુણ હોય તો આ (ટેપરેકર્ડ) ગુસ્સે થવું જોઈએ, એ નથી થતું.
પ્રશ્નકર્તા: આ જડ ને ચેતનમાં પડવાથી બધું બહુ લાંબું થાય એવું છે. એ ગૂંચવાય એવી છે આ બધી વાતો.
દાદાશ્રી : ના, ગૂંચવાયેલું નહીં, કરેક્ટ છે પણ સમજણ ના પડે તેથી આ બધું ગૂંચવાય છે. આ જો જડના ગુણ હોય તો આ (ટેપરેકર્ડ) ગુસ્સે થાય, પણ થતું નથી. જો ચેતનના ગુણ હોય તો કોઈ મોક્ષે જઈ શકે નહીં. કારણ કે મૂળ સ્વભાવમાં ચેતનની મહીં આ ક્રોધ-માન-માયાલોભ છે જ નહીં. એ જે નબળાઈ છે તે એનામાં છે નહીં, આનામાંય (જડમાંય) નબળાઈ નથી. ત્યારે કહે છે, ભઈ, શાથી છે આમ ? ત્યારે કહે, આત્માની હાજરીમાં આત્મા અને આ જડ બે નજીક આવી ગયા, એટલે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે. જે નથી આત્માના ગુણ, નથી અનાત્માના ગુણ એવા વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે અને આ વ્યતિરેકથી આ જગત ચાલી રહ્યું છે.
દર્શન આવરાતા થઈ “બિલીફ રોંગ પ્રશ્નકર્તા: બે તત્ત્વો નજીક આવવાથી આત્મામાં શું ફેરફાર થયો?
દાદાશ્રી ઃ દર્શન એનું, મૂળ આત્માનું જે દર્શન છે એ દર્શન આપ્યું આવરાયું છે, આ બહારના અજ્ઞાન પ્રદાનથી. બહારના લોકો જન્મતા જ અજ્ઞાન આપે છે એને. પોતે અજ્ઞાનીઓ અને પેલાને અજ્ઞાનના ઢબે ચઢાવે છે. એટલે એ માની બેસે છે એટલે દર્શન બધું આવરાય છે. એ દર્શન આવરાય છે ને એટલે “આ મારા મામા” ને “આ મારા કાકા” ને “આ મારા સસરા,’ એમ કહે છે એટલે પછી હું કહું કે આ બધી રોંગ બિલીફો છે.
હવે “હું ચંદુલાલ છું’ એ જ રોંગ બિલીફ છે. શરીરને ‘હું અને મારું શરીર છે એમ કહે છે અહંકાર. એ બધું દુ:ખ ભોગવે છે, અહંકાર.