________________
છે ?
[૪]
મિશ્ર ચેતત
અચેતન વિતાશી, ચેતન અવિતાશી
પ્રશ્નકર્તા : આત્મતત્ત્વ ચેતનમાં છે કે અચેતનમાં છે કે બન્નેમાં
દાદાશ્રી : ચેતન ચેતનમાં છે અને અચેતન અચેતનમાં છે. અચેતન વિનાશી છે અને ચેતન અવિનાશી છે. એટલે ચેતન આમાં આત્મામાંયે છે ને પેલામાંયે છે, બન્નેમાં છે ? ના, એ બન્નેમાં નથી. બન્નેમાં હોતને તો વિનાશી જોડે એય વિનાશ પામત. આત્મા એ ચેતનમાં જ છે. હવે અચેતન કયું કહેવાય ?
પ્રશ્નકર્તા : બૉડી, શરીર.
દાદાશ્રી : શરીર, અને ક્રોધ-માન-માયા-લોભ, અહંકાર ને આ બુદ્ધિ, ચિત્ત, મન એ બધું ચેતન છે કે અચેતન છે ?
પ્રશ્નકર્તા : ચેતન.
દાદાશ્રી : તો તો પછી મૂળ ચેતન થયું અને આ ચેતન થયું તો પછી આ ચેતન જ પકડીને બેસો, ને પેલા ચેતનનું કામ શું છે આપણે ? એટલે સાંભળી લો, ક્રોધમાં ચેતન નથી, માનમાં ચેતન નથી, લોભમાં ચેતન નથી, માયામાં ચેતન નથી, બુદ્ધિમાં ચેતન નથી, અહંકારમાં ચેતન નથી, મનમાં ચેતન નથી, ચિત્તમાં ચેતન નથી અને દેહમાંય ચેતન નથી.