________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૧૯
એટલે તમે હજુ આગળ જેમ જેમ આ પ્રમાણે ફાઈલોનો નિકાલ કરશોને, તેમ જાગૃતિ પાછી વળતી જશે. એટલે પછી જુદું રહેશે. પછી જુદે જુદું હોય તો તમને હરકત ના કરે. ત્યાં સુધી જરા ડખો કર્યા કરે.
અમારી દૃષ્ટિથી જોવા જાવ તો તમારે અમારી દૃષ્ટિ કેળવવી પડશે કે જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. તમને ગાળ ભાંડે, તે તમને દોષિત દેખાય છે તે ભ્રાંતિ છે. કારણ કે ગાળ ભાંડનારું છે તે પાવર ચેતન છે અને દરઅસલ ચેતન તો શુદ્ધાત્મા છે. એટલે એ ગાળ ભાંડે તોય તમારે તો એને શુદ્ધાત્મા જોવા પડે. સામાનું પાવર ચેતન તમારા હિસાબને આધીન છે. તે હિસાબ ચૂકવવાના. હિસાબ ચૂકવાઈ ગયા પછી કશું રહેતું નથી.