________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૧૧
ચેતનમાંથી જુદી પડેલી, તે આ કાર્ય કરવા પૂરતી જ. પછી મૂળ આત્મા સાથે એક થઈ જશે પાછી. અજ્ઞાત જાણે પાવર આત્મા, જ્ઞાત જાણે દરઅસલ આત્મા
પ્રશ્નકર્તા ઃ પહેલા તો અજ્ઞાન દશામાં અમારી જે દૃષ્ટિ છે તે પુદ્ગલ ઉપર રહેતી હતી. જેનામાં જોવાનો ને જાણવાનો ગુણ જ નથી. પણ હવે આપે જ્ઞાન આપ્યું ત્યારે દૃષ્ટિ અને જેમાં જોવાની અને જાણવાની શક્તિ છે એમાં લગાડીએ એટલે અમારી દૃષ્ટિ સ્થિર થઈ ગઈ !
દાદાશ્રી : એટલે સ્થિર થઈ ગઈ અને આ અસ્થિરમાંય જોવાજાણવાની ક્રિયા છે, પણ સંયોગોને જોવા-જાણવાની ક્રિયા છે. પણ મૂળ જોવા-જાણવાની ક્રિયા તો ત્યાં આત્મામાં જ છે. પણ આત્માને અસંયોગિક ક્રિયા છે અને આ સંયોગી ક્રિયા છે. જોવા-જાણવાની ક્રિયા અહીં કહે છેને, આ ઝાડ આવ્યું, પાન આવ્યું, ગાય આવી, ભેંસ આવી. બધું કહે છે જ ને અને તેને આત્મા માને છે લોકો. આ જોવા-જાણવાની ક્રિયા, એમાં ચેતન બિલકુલ છે નહીં. ત્યારે કહે, “શેનાથી ચાલે છે આ ? ચેતન વગર કેવી રીતે ચાલે ?” ત્યારે કહે, “આત્માની હાજરીથી પાવર ચેતન ઊભું થાય છે.”
અવસ્થાને જે પાંચ ઈન્દ્રિયથી જાણનારો જાણે છે ને તેય આત્મા હોય. જગત આખું કહે છે અને આત્મા.
જે અજ્ઞાન જાણે છે એ પાવર આત્મા છે અને જ્ઞાન જાણે છે દરઅસલ આત્મા છે. એટલે આ પાવર આત્મા જાણે છે. પાવર આત્માને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો પાવર ખલાસ થઈ જાય એટલે પછી છેલ્લા સ્ટેશન (સ્મશાને) ઉપર પહોંચાડી દે સૂતા સૂતા, લોકો આરામથી પહોંચાડી દે.
પ્રશ્નકર્તા ઃ આપે કહ્યુંને કે આ વસ્તુઓ, ઝાડ છે, પાન છે એ બધાને જોવાની ને જાણવાની આ પાવર ચેતનની ક્રિયા થઈ. હવે એ જોવા-જાણવાની ક્રિયા અને આત્માના પ્રકાશમાં આ બધાં જોયો ઝળકે એ એક જ છે કે જુદું જુદું ?