________________
૧૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : ના, જે ઊંધો પાવર હતો તે છતો થઈ જાય. જે અજ્ઞાન પાવર હતો એટલું ઊંધું કરતો હતો, એ છતો થઈ જાય.
પ્રશ્નકર્તા એ ઊંધો પાવર કોને હોય છે ?
દાદાશ્રી : એ અહંકારને. આ અજ્ઞાની માણસ હોયને, તે જેટલું હોય તેનું ઊંધું જ કરી આવે અને અમે જ્ઞાન આપીએને ત્યાર પછી કો કે ઊંધું કર્યું હોય તોય છતું કરી આપે. કારણ કે એની સમજણ છતી થઈ ગઈ.
પ્રજ્ઞાશક્તિ આત્માની, બુદ્ધિશક્તિ પાવર ચેતતતી પ્રશ્નકર્તા : એને પ્રજ્ઞા કહેવાય ?
દાદાશ્રી : હવે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માની શક્તિ છે. અને આ (આત્મા-અનાત્મા) બેનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરા ખુલ્લેખુલ્લા થઈ ગયા પછી, છૂટા થઈ ગયા પછી એ આત્મામાં ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે, આત્મામાંથી.
પ્રશ્નકર્તા ઃ એટલે આત્માની જ પ્રજ્ઞાશક્તિ કહેવાય ?
દાદાશ્રી : હા, પ્રજ્ઞાશક્તિ આત્માની છે અને બુદ્ધિશક્તિ આ પાવર ચેતનની છે.
પ્રશ્નકર્તા: એટલે બુદ્ધિની પ્રજ્ઞા થઈ જાય ?
દાદાશ્રી : ના, બુદ્ધિની પ્રજ્ઞા ના થઈ જાય. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય. અમે આ જ્ઞાન આપીએ કે તરત પ્રજ્ઞા પ્રગટ થાય. પ્રજ્ઞા તમને નિરંતર મોક્ષમાં લઈ જવા ફરે અને બુદ્ધિ તમને આ બાજુ નીચે લઈ જવા ફરે. આ જે ચેતવે છેને મહીં, તે પ્રજ્ઞા ચેતવે છે કે “આમ નહીં ને આમ', એવું ચેતવે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા પણ પાવર ચેતન જને ? દાદાશ્રી : ના, પાવર ચેતન નથી, એ મૂળ ચેતન છે. પણ મૂળ