________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : આત્માના પ્રકાશમાં છે તે મહીં ઝળકે. એટલે શબ્દ હોતા નથી ત્યાં આગળ. આ જ્યાં જોવાનું ને જાણવાનું, પ્રકાશમાં ઉતારતા સુધી
શબ્દો છે. પછી જતા રહે છે શબ્દો એને ઘેર !
૧૧૨
પછી તો શાયકભાવ. જાણવા-જોવાના ભાવમાં રહ્યો એ આનંદ. પોતાને બીજી કોઈ જરૂર નથી. જાણવા-જોવાના ભાવમાં તો કશું કરવાનું નહીં. મહીં ઝળકે, પોતાની મહીં જ. ક્રિયા નહીં કોઈ જાતની, અક્રિય. ક્રિયા કરે તો થાક લાગે, સૂઈ જવું પડે, ઊંઘી જવું પડે.
પ્રશ્નકર્તા : એ જ્ઞાન પહેલા પણ જે કંઈ જાણે એ આત્માના ગુણથી જાણેને, જાણે તો ?
દાદાશ્રી : ના, એ છે તે ભરેલા પાવરથી જાણે છે.
પ્રશ્નકર્તા : અને હવે આ જ્ઞાનપણે જાણપણાનો જે વારે વારે અનુભવ આવે છે એ આત્માનો જ અનુભવ આવ્યોને ?
દાદાશ્રી : બધું આત્માનું જ. પણ તેમાં આ બહારનું જ્ઞાન જે દેખાડે છે, એ પાવર ચેતન (મિશ્રચેતન) દેખાડે છે.
પ્રશ્નકર્તા : દાદા, તો મૂળ આત્માની જે જોવા-જાણવાની ક્રિયા છે અને મિશ્ર ચેતનની (પાવર ચેતનની) જોવા-જાણવાની ક્રિયા છે, એમાં ફેર શો છે ?
દાદાશ્રી : મિશ્ર ચેતન વિનાશી એકલાને જ જોઈ શકે છે અને મૂળ ચેતન છે તે વિનાશી ને અવિનાશી બેઉ જોઈ શકે છે, બન્નેય જાણે-જુએ.
જોવા'થી થાય શુદ્ધ
‘ભાવ’થી અશુદ્ધ થયાં પુદ્ગલ,
આ આપણે પોતાને શુદ્ધાત્મા બોલીએ છીએને, એટલે આ બહારવાળો જે ભૌતિક ભાગ છેને, જેને ‘પુદ્ગલ’ કહીએ છીએ, તે આ પુદ્ગલ શું કહે છે કે અમારું શું ? હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ મુક્ત નહીં થાવ, જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી તમે છૂટા નહીં