________________
ઠંડક થઈ તો કહેશે, “મને ઠંડક થઈ, મેં આમ કર્યું.” એ સૂક્ષ્મ ભાવ પ્રતિષ્ઠાથી કૉઝલ બૉડી બને છે, તે આવતે ભવ ઈફેક્ટિવ બૉડી બને.
પરણે તો હું ધણી થયો, કહેશે અને બાળક જન્મે તો કહેશે, હું બાપ થયો. છોકરાને પરણાવે તો કહેશે, હું સસરો થયો અને દીક્ષા લે તો કહેશે, હું સાધુ થયો. સસરાની પ્રતિષ્ઠા તોડી અને સાધુની પ્રતિષ્ઠા ઊભી કરી. આમ પ્રતિષ્ઠા છે ત્યાં સુધી પેલા ક્રોધ-માન-માયા-લોભ તો ઊભા જ રહેવાના.
મૂળ આત્મા જુદો જ રહ્યો છે. આ બધું કામ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા કરે છે. આને પુગલ કહેવાય છે. “હું આચાર્ય છું એવી પુદ્ગલમાં પ્રતિષ્ઠા કરે છે. તેનાથી પેલો (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા બીજે ભવ આખી જિંદગી કામ કર્યા કરે છે. “હું શુદ્ધાત્મા છું' એવી પ્રતિષ્ઠા થાય તો નવું ચાર્જ ના થાય.
(ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને જ આત્મા માની પોતે એને સ્થિર કરવા જાય છે, સ્થિરતાથી આનંદ થાય પણ સ્થિરતા તૂટી કે હતો તેવો ને તેવો. મૂળ આત્મા સ્થિર જ છે, પણ આ વાત લોકોને ખબર જ નથીને!
કેવળજ્ઞાનીઓએ જ યથાર્થ આત્માને આત્મા કહ્યો. જ્ઞાનવિધિમાં દાદા ભગવાનની કૃપાથી યથાર્થ આત્માનો જ નિર્ણય નિશ્ચય પ્રાપ્ત થાય છે.
ચંચળ ભાગના ભાવો તે નિશ્ચેતન ચેતનના છે, (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માના છે. શુદ્ધ ચેતન કે જે અચળ છે તેના તે ભાવો નથી.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે કષાય એટલે આત્માને પીડે છે, પણ કયો આત્મા ? વાત કહી છે ખરી પણ તે અમુક ઢબથી. તે લોકોને ખ્યાલ નથી બેસતો.
આત્માની નિંદા કરજો. તે લોકોએ “મારો આત્મા પાપી છે,' એવી નિંદા કરવા માંડ્યા, પણ કયો આત્મા ? વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા પાપી છે, એ યાદ રાખવું જોઈએ ને ? તેને બદલે મૂળ આત્માની નિંદા થઈ જાય છે. તેના દોષ બેસે છે.
19.