________________
પોતે જ પ્રતિષ્ઠા કરે છે કે ઊંઘ નહીં આવે તો ચાલશે, પણ ડૉલર મળવા જોઈએ. તે ફળસ્વરૂપે ડૉલર મળ્યા ને ઊંઘ ના આવે. હવે બૂમાબૂમ કરે તે ના ચાલે. નવી પ્રતિષ્ઠા સુધારો કે ચિંતા વગરનું જીવન જોઈએ અને મોક્ષે જવું છે, તે પછી તેવું આવે.
નિમિત્ત વગર કોઈ કાર્ય થાય નહીં. (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા નિમિત્તભાવે કર્તા છે. ખરેખર કર્તા નથી, એ માની બેઠો છે. જેમ સ્ટેશન પર ગાડી ચાલે છે, તે પોતે એમ માને છે કે હું ચાલ્યો, ત્યાં સુધી બંધન છે.
અજ્ઞાન ભાવમાં “હું કરું છું. તેનાથી પ્રતિષ્ઠિત આત્મા બંધાય છે. (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા આ બધું કરે છે ને વ્યવસ્થિત શક્તિને આધીન કરે છે.
() પ્રતિષ્ઠિત આત્માની સત્તા કેટલી ? માત્ર સારી કે ખોટી પ્રતિજ્ઞા કરી શકે કે સારો કે ખોટો નિશ્ચય કરી શકે, તે સિવાય બીજું કશું કરી શકે નહીં.
સંસારભાવને પામેલું બધું, (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા, પુદ્ગલ બધું વ્યવસ્થિતના તાબામાં છે. મૂળ આત્માને વ્યવસ્થિતની સાથે સંબંધ નથી. મૂળ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે.
જગત ચલાવવા માટે મૂળ આત્માને કશું કરવું પડતું નથી. આ બધા (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માઓના જે પરિણામો છે તે મોટા કોમ્યુટરમાં જાય છે. પછી બીજા બધા એવિડન્સો ભેગા થઈને તે કોમ્યુટરની મારફત બહાર પડે છે, રૂપકમાં આવે છે, તેને વ્યવસ્થિત શક્તિ કહેવાય છે.
આ લોકોએ આપણી પ્રતિષ્ઠા કરી કે આ ચંદુ ને આપણે માનીય લીધું કે “હું ચંદુ’, ત્યાં સુધી આ ક્રોધ-માન-માયા-લોભ મહીં રહ્યા છે. હું શુદ્ધાત્મા છું' ભાન થાય એટલે કે પોતે નિજસ્વરૂપમાં આવે તો પ્રતિષ્ઠા તૂટે અને ક્રોધ-માન-માયા-લોભ જાય.
દરેક જન્મે ઈન્દ્રિયો ભોક્તા બને છે, પણ પોતે અહંકાર કરે છે કે મેં ખાધું, મેં કર્યું. અહંકાર અતિ સૂક્ષ્મ છે, તે શી રીતે ભોગવે ? દેહને