________________
અજ્ઞાનતાથી આ અવતારમાં ફરી પ્રતિષ્ઠા કરી રહ્યા છે, તે આવતે ભવ શરીર મળશે. પોતે જેવો ભાવ કરે તે જડ તત્ત્વની એટલી બધી શક્તિ છે કે આંખ-નાક-કાન બધું તૈયાર થઈ જાય એવું છે.
આખી જિંદગીના કાર્યો ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એમાં આજે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા વપરાતો નથી, ફક્ત આવતો ભવ બાંધવા માટે વપરાઈ રહ્યો છે. જ્ઞાન પછી નવો ભવ બાંધવાનું બંધ થાય છે, તેથી પોતે નિજસ્વરૂપમાં રહી શકે.
દેહને મારે તો એ “મને જ માર્યો માને છે, ને એવું કહે છે. મૂળ આત્મા જુદો છે એવું જાણતા જ નથી. “આ જ હું છું, મારા સિવાય બીજું કંઈ નહીં.” હું જ આ, રોંગ બિલીફો બેસી ગઈ છે એને કે કર્તાભાવે હું જ કરું છું આ.
પ્રતિષ્ઠિત આત્મા એટલે માનેલો આત્મા. “ચંદુ બોલ્યા કે નવો ઊભો થાય અને “હું શુદ્ધાત્મા' ભાન થાય કે પોતે મૂળ આત્મામાં પેસી જાય. રોંગ માન્યતાથી આખી દુનિયા ઊભી થઈ ગઈ છે.
(૧.૨) જગતનું અધિષ્ઠાત પ્રતિષ્ઠિત આત્મા એ જ આ જગતનું મોટામાં મોટું અધિષ્ઠાન છે. જો પ્રતિષ્ઠિત આત્મા નથી તો કશું છે જ નહીં. પ્રતિષ્ઠિત આત્મા એ જ અજ્ઞાન છે, પણ અજ્ઞાન કહીએ તો લોકો કહેશે કે, ના, જગતનું અધિષ્ઠાન આત્મા છે, પણ કયો ? (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા (વિભાવથી હું ઊભો થયો તે, ડેવલપ થતો “હું, સૂક્ષ્મતમ અહંકાર).
આ જગત અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું છે, એટલે વિભાવિક આત્મા, (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા અને પછી એમાં જ લય થાય છે. એમાંથી પાછું ઉત્પન્ન થાય છે ને એમાં લય થાય છે. મૂળ આત્માને કશું લેવાદેવા નથી.
સંજોગોના દબાણથી અને લોકસંજ્ઞાથી સ્વરૂપનું અજ્ઞાન ઊભું થયું છે, તેથી કરીને સ્વરૂપ કંઈ બગડ્યું નથી. હું પણું બદલાયું છે. અસ્તિત્વનું ભાન તો છે જ દરેકને, પણ વસ્તુત્વનું ભાન રહ્યું નથી. તેથી રોંગ બિલીફ બેસી ગઈ છે. વસ્તુત્વનું ભાન થાય તો પોતે આત્મારૂપે જ છે.
[17