________________
પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાનતાથી પાછો અહંકાર ફરી ઊભો થાય અને અહંકારમાંથી પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય. બેઉ કારણ-કાર્ય છે. મૂળ આત્મા અત્યારેય શુદ્ધ જ છે.
‘હું ચંદુલાલ છું’ બોલે છે, પછી મૃત્યુ વખતે ચંદુલાલ પડી જાય ને ‘હું’ રહે ફક્ત. આ દેહ છૂટી જાય છે, પણ હુંપણાથી નવો દેહ બાંધી રહ્યો છે. પ્રતિષ્ઠિત આત્મા ‘જેણે’ જેવો ચીતર્યો, સ્ત્રીનો, ગધેડાનો, ભેંસનો, કૂતરાનો તેવું તેને થાય એવું છે.
જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી આ શરીરમાં મૂળ આત્મા જુદો જ રહે છે. આ જન્મે છે, મરે છે તે પ્રતિષ્ઠિત આત્મા છે. શુદ્ધાત્મા એ મૂળ વસ્તુ છે અને પ્રતિષ્ઠિત આત્મા એ માન્યતા છે. રોંગ માન્યતા, રોંગ બિલીફથી ઊભું થયેલું પૂતળું. તે રાઈટ બિલીફથી ઊડી જાય.
જડ અને ચેતન બે વસ્તુ નજીક આવવાથી વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે, એનાથી પ્રતિષ્ઠિત આત્મા થાય છે. એનાથી પ્રતિષ્ઠા થાય છે એટલે પ્રકૃતિ બંધાય છે અને પાછું પ્રકૃતિને આપણે ‘આ હું છું’ કહીએ તો આવતા ભવની નવી પ્રકૃતિ બંધાય. ‘હું કોણ છું' જાણે તો નવી પ્રતિષ્ઠા છૂટી જાય.
‘હું કોણ છું' ભાન થાય પછી આ પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ સ્વરૂપે રહે છે.
મૂળ આત્મા એ શુદ્ધ ચેતન છે, જ્યારે (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા એ નિશ્ચેતન ચેતન છે, પાવર ભરેલા સેલ છે. અજ્ઞાનતાથી નવી બૅટરી ચાર્જ થાય છે. ‘હું કોણ છું, કરે છે કોણ,' જાણે તો ચાર્જ બંધ થઈ જાય. મૂળ આત્મા તેનો તે જ રહે છે, એની હાજરીમાં અજ્ઞાનતાથી આ ચાર્જ થયા કરે છે.
ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં બિલકુલ ચેતન નથી. આટલા બધા લોકો કામ કરે છે, બધું કરે છે છતાં એમનામાં બિલકુલ ચેતન નથી. મૂળ આત્માની માત્ર હાજરીથી ચાલે છે.
ગયા અવતારે પ્રતિષ્ઠા કરી, તે આજે આ શરીર મળ્યું અને
16