________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૦૩
દાદાશ્રી : નાપાસ થયો તે.
પ્રશ્નકર્તાઃ નહીં, એટલે આમાં દાખલો આપ્યોને કે પરીક્ષા આપવી અને એનું રિઝલ્ટ આવે, તો પરીક્ષા આપવી એ પાવર ચેતન કહ્યું.
દાદાશ્રી : જેમાં કંઈક “હું કરું છું માને છે એ પાવર ચેતન. “ ચંદુ (સૂક્ષ્મતમ અહંકાર) એ પાવર ચેતન.
પ્રશ્નકર્તા: “હું કરું છું એનાથી પાવર ચેતન ઊભું થાય છે કે પાવર ચેતનના લીધે એવું મનાય છે ?
દાદાશ્રી : એ પાવર ચેતન જ પોતે બોલે છે. પ્રશ્નકર્તા: પાવર ચેતન પોતે બોલે છે કે “આ મેં કર્યું.
દાદાશ્રી : આ પરિણામ આવે ત્યારે આપણે પાવર ચેતનને કહીએ કે “ભઈ, તેં કર્યું. ત્યારે કહે કે “ના, એ તો રિઝલ્ટ આવ્યું, હું શું કરું? હું પરિણામ આવું લાવું ? હું તો પાસ થયેલું જ લાવું.”
પ્રશ્નકર્તા એટલે હુને જ પાવર ચેતન કીધું આપે ? દાદાશ્રી : ના, જુદા. પ્રશ્નકર્તાઅને પાવર ચેતન જુદા ? દાદાશ્રી : હું ને પાવર ચેતન જુદા. પ્રશ્નકર્તા અને હું કરું છું એ પાવર ચેતન કહ્યું ? દાદાશ્રી : હં. એ પાવર ચેતન બોલાવે છે (વાણીમાં બોલાય તે).
વપરાઈ રહ્યો પાવર, બેટરીતો નિરંતર પ્રશ્નકર્તા ઃ એ પાવર ખલાસ જુદી જુદી રીતે થાય છે ?
દાદાશ્રી : એ તો રોજ રોજ વપરાયા જ કરેને ! એ કન્ટિન્યુઅસ (સતત) સેલ છે એટલે એ પાવર વપરાઈ જવાનો. એ પચાસ-સાંઈઠસિત્તેર વર્ષ થયા એટલે ઊડી જાય પાવર. વધારે વાપર્યો હોય તો વહેલો