________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી પાવર ભરાયા કરે. એટલે દેહાધ્યાસ છે ત્યાં સુધી આ પાવર છે. તે વપરાય એનું નામ ઈફેક્ટ કહેવાય. પાવર ઈફેક્ટિવ હોય, ઈફેક્ટ આપીને ચાલ્યો જાય અને નવી બૅટરીઓ ઊભી થાય છે, કોઝીઝ હોય તેનાથી. એટલે અમે કોઝીઝ બંધ કરી દઈએ ત્યારે એનો છુટકારો થાય. કોઝીઝ બંધ કરવા માટે દેહાધ્યાસ છૂટવો જોઈએ.
૧૦૨
પ્રશ્નકર્તા : એ તો દાદા, જ્યાં સુધી આ દેહાધ્યાસ બંધ ના થાય ત્યાં સુધી આત્માની હાજરીમાં આ ત્રણે બૅટરીઓનું ચાર્જ-ડિસ્ચાર્જ, ચાર્જડિસ્ચાર્જ ચાલ્યા જ કરે ?
દાદાશ્રી : ચાલ્યા જ કરે, ઑટોમૅટિકલી (એની મેળે). કોઈને ચલાવવું ના પડે. વિજ્ઞાન છે બધું આ.
છેલ્લી વાત છે આ. છેલ્લા સ્ટેશનની વાત છે, ટુ ધી પોઈન્ટ. ત્રણ ટૂ બૅટરીઓ ઊતરી જાય છે ને ફરી ત્રણ બૅટરી ચાર્જ થાય છે. ચાર્જ થતી બંધ કરીએ ને એટલે મોક્ષે જાય. ચાર્જ શી રીતે થાય છે ? ઈગોઈઝમ (અહંકાર)થી, ‘મેં કર્યું’ કે તરત ચાર્જ થાય. ‘આ મારું' કે ચાર્જ થઈ ગયું. બસ આટલું જ, અને આ ‘બે’ બંધ કરી દઈએ તો ચાર્જ પછી બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ તો પાવર ચેતન ક્યાં આવ્યું ?
દાદાશ્રી : જે ક્રિયા ‘હું કરું છું’ એવું કહે છે ને એ, ત્યાં પાવર ચેતન છે. ‘મેં બારણું વાચ્યું' કહે છેને, ત્યાં પાવર ચેતન. પરીક્ષા આપી તે પાવર ચેતન અને રિઝલ્ટ (પરિણામ) આવ્યું તે પાવર ચેતન નહીં.
પ્રશ્નકર્તા : પણ પરીક્ષા અપાય છે એની પહેલા પાવર ચેતન વપરાયું તેથી આ ક્રિયા આવીને ?
દાદાશ્રી : પાવર ચેતન વપરાયું તેનું આ રિઝલ્ટ આવ્યું. પ્રશ્નકર્તા : કયું ?