________________
છે ?
(૩.૨)
પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાત પછી
‘હું કરું છું’, દેહાધ્યાસે ભરાય પાવર પ્રશ્નકર્તા ઃ આ પાવર ચેતન છે તે જ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા
દાદાશ્રી : તે જ પ્રતિષ્ઠિત આત્મા. તે જ સચર, તે જ મિકેનિકલ આત્મા, તે જ ઈન્દ્રિય આત્મા, કષાય આત્મા (તે જ સૂક્ષ્મતમ અહંકાર). એનું નામ પાવર ચેતન. ક્રોધ-માન-માયા-લોભ અને ઈન્દ્રિયો, તે પાવર ચેતન બધું. પાવર ચેતન તમારા હાથમાં હોય નહીં. ક્રોધ ના કરવો હોય તોય થાય. ઈન્દ્રિયો તમારા કાબૂમાં ના રહે. તે પાવર ચેતન છે.
આ ચાર્જ થયેલો પાવર છે. ધેર આર શ્રી બૅટરીઝ', આ સ્થૂળ બૅટરી એટલે દેહ, સૂક્ષ્મ બૅટરી એટલે મન, અંતઃકરણ એ બધું અને આ સ્પીચ (વાણી). આ ત્રણ બૅટરીઓ ડિસ્ચાર્જ થાય છે ને નવી ચાર્જ થાય
છે.
પ્રશ્નકર્તા ઃ આ કર્મના ઉદયને લીધે બૅટરીઓ ચાર્જ થતી હોય છે ?
દાદાશ્રી : ના. ચાર્જ થયેલી બૅટરીઓને આધારે ઉદયકર્મ આવે છે અને ઉદયકર્મ તો આવે. ઉદયકર્મથી બૅટરીઓ જો ચાર્જ થતી હોયને તો મહાવીર ભગવાનનેય ઉદયકર્મ હોય. પણ કષાયથી બૅટરીઓ ચાર્જ થાય છે. ઉદયકર્મમાં જે આપણે કષાય કરીએ છીએ એનાથી બૅટરીઓ ચાર્જ થાય છે. ઉદયકર્મ તો અમનેય હોય પણ મહીં કષાય કરીએ તો ચાર્જ થાયને !