________________
૧૦૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : હા, આખો વ્યવહાર બધો એ થઈ જાય.
દાદાશ્રી : જો કે બધા લોકોને નહીં, પણ અમુક માણસોને નુકસાન થઈ જાય. બુદ્ધિશાળીઓ માર ખઈ જાય.
સમજમાં આવે છે થોડી વાત ? હવે આવી બધી ઊંચી વાત, એ ત્યાં ગયેલા હોય તે વાત કરી શકે, બાકી કોઈ એને કરી શકે નહીં અને સમજી પણ શકે નહીં. આ જે તમે સમજી શકો છો ને, તે તમે બહુ વિચાર્યું છેને, એટલે સમજી શકો છો આ. મહીં ચોખ્ખું છે એટલે ગ્રાસ્પિંગ કરી શકો, નહીં તો ગ્રાસ્પિંગેય ના થાય. અને બુદ્ધિની બહુ પકડ હોયને તોય વાંધો આવે. પણ પકડ નથી રાખી આમ, ઓપન માઈન્ડ રાખ્યું છે, એટલે
સમજાય.
આ જગતમાં લોકોને તો આ શી રીતે ખબર પડે કે ઓહો ! પાવરથી ચાલે છે ? ને આમાં શું સમજે ? કામ જ નહીં ને કોઈનું આ તો. આ તો જે એવા પોતે દેખીને કહેતા હોય. આ હું વાંચેલું નથી કહેતો. આ એકુય શબ્દ મારો વાંચેલો નથી અને યથાર્થ, હંડ્રેડ પરસેન્ટ, તમારો આત્મા કબૂલ કરે એવી વાત છે. અમે તો શું કહીએ, માનશો જ નહીં. આ માનવા માટે નથી, તમારો આત્મા કબૂલ કરી દે અને એ વિકલ્પો ઊભા ના કરાવડાવે, બુદ્ધિ કૂદાકૂદ ન કરે તો જ આ માનજો અને વિવાદવાળી હોય ને ત્યાં બુદ્ધિ કૂદાકૂદ કરી મેલે.
આ હું જોઈને કહું છું. શાસ્ત્રમાં નહીં મળે આ વાત. આની પારાશીશી શું ? ત્યારે કહે કે તમારો આત્મા કબૂલ કરવો જોઈએ. તમને આનંદ ઉત્પન્ન થવો જોઈએ. આ વાત સાંભળતા જ આનંદ થવો જોઈએ. સમજાય તમને તો પારાશીશી માનવી !