________________
૧૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ઊડી જાય. ઓછો વાપર્યો હોય તો મોડો ઊડે. જેટલો પાવર વાપરો એટલી બેટરી વહેલી ખાલી થઈ જશે. ઓછો વાપરો તો મોડી ખલાસ થાય પણ ખાલી થવાની. અમુક મુદત સુધી જ રહે. પછી ઊડી જ જાય. એટલે આ મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ છે તે ડિસ્ચાર્જ થયા જ કરે છે ને આ સંસાર તમારો ચાલ્યા કરે છે. તું ઊંઘી જઉ તોય ડિસ્ચાર્જ થયા કરે ને જાગતા અહીં ફર ફર કરું તોય ડિસ્ચાર્જ થયા કરે.
આ જે ચેતન છે એ પાવર ચેતન છે ને એ ઊતરી જાય એવું છે, અને મૂળ ચેતન છે એ ઊતરે નહીં. મૂળ ચેતન કામ કરતું નથી આ આવું કોઈ અને જડેય કામ કરતું નથી. પણ આને કહેવાય જડ, આને મૂળ ચેતન કહેવાય જ નહીં. આમ ગણાય જડમાં પણ છે પાવર ચેતન.
પ્રશ્નકર્તા : દાદા, આ જે પાવર ભરાયા સેલ, એ આગળ ભરાઈને આવ્યાં કે હમણાં ભરાય છે ?
દાદાશ્રી : નહીં, ભરાઈને આવ્યા એટલે ત્યાં ચાર્જ થયું અને આ અહીં ડિસ્ચાર્જ થાય. પેલી બેટરીઓ જેમ ડિસ્ચાર્જ થયા કરે, એવી આ મન-વચન-કાયાની ત્રણેય બૅટરીઓ ડિસ્ચાર્જ થયા કરે. હવે કહે છે, પેલામાં ડિસ્ચાર્જ થાય છે તે ચાંપ દબાવો ત્યારે ડિસ્ચાર્જ થાય છે અને આની નિરંતર ચાંપ દબાયેલી જ હોય છે. આ શ્વાસોચ્છવાસથી ડિસ્ચાર્જ નિરંતર થયા જ કરે છે. એટલે તમારે લાંબું ટકાવવું હોય તો ના ટકે. (અંત આવે જ, કાયમ ના રહે.) પેલામાં ચાંપ દબાય ત્યારે ડિસ્ચાર્જ થાય, ને કરકસરિયો માણસ હોયને તે બૅટરી પાંચ વર્ષ ચલાવે અને લાફા માણસને છ મહિનામાં નીકળી જાય. પણ આ તો નિરંતર ચાલુ જ. રાતેદહાડે આ બૅટરી તો ચાલુ જ હોય, ડિસ્ચાર્જ થયા જ કરે. તું ઊંઘવું હોય તો ઊંઘ અને જાગવું હોય તો જાગ, પૈણવું હોય તો પૈણ અને રાંડવું હોય તો રાંડ પણ આ બૅટરી ચાલુ !
પ્રશ્નકર્તા: હવે શુદ્ધાત્મા અંદર હોય છે તો શરીર કેમ કામ બંધ કરી દે, કામ નથી કરતું ને આત્મા જુદો નીકળી જાય છે ?
દાદાશ્રી : કારણ કે આ કામમાં લાગે એવું નથી, ખલાસ થઈ ગયેલું