________________
८६
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : અહંકારનો જ કહેવાય. પ્રશ્નકર્તા : પણ દાદા, અહંકાર તો જડ સ્વરૂપ છેને ?
દાદાશ્રી : ના, એવું જડ નથી. એ નિશ્ચેતન ચેતન છે. એટલે મહીં બૅટરીની પેઠ પાવર ભરેલો છે. એટલે એમાં આત્માની કંઈ મદદની જરૂર નથી. નહીં તો પછી આત્મા કર્તા-ભોક્તા થાય પાછો એનો તો ઉપાધિ થાય એને. પણ ના, ઉપાધિ નથી. આત્મા નિરુપાધિ સ્વરૂપ છે. આત્મા તો સ્વયં પ્રકાશિત છે એટલે પોતાનો પ્રકાશ ફેલાય છે ને પ્રકાશના આધારે આ લોકો કામ કરે છે.
જીવમાં ચેતન એ બિલીફ ચેતન પ્રશ્નકર્તા તો દાદા, આમાં જીવ કોને કહેવો ?
દાદાશ્રી : એટલે જીવભાગ તો એને જ કહેવામાં આવે છે કે જે પાવર ચેતન છે. જે જીવે છે, મરે છે. પાવર ખલાસ થાય છે ને ભરાય છે એને જીવભાગ કહેવાય છે. અને આ લોકો જીવાત્મા કહેવાના, જીવ પ્લસ આત્મા. હવે આત્મા પોતે કોઈ દહાડોય ફેરફાર જ નહીં થયેલો. એ આ શરીરમાં હોવા છતાં જીવભાગ તૈયાર થાય છે અને જીવભાગ આ બધું કર્યા કરે છે.
એ જીવમાં આત્મા ના હોય. અમે એકલાએ જ બહાર પાડ્યું છે આ કે જીવ પાવર ચેતન છે, બીજું કશું નથી. સાચું ચેતન જ નથી.
પણ આ બહારના લોકોને કહેવું નહીં. આ પ્રાઈવેટ (ખાનગી) આપણે સમજવાનું. કારણ કે ચેતન બે જગ્યાએ ના હોય. ચેતનના ટુકડા ના થાય. મૂળ ચેતન તો એક્કેક્ટ એનો એ જ છે અને આ ચેતન તો બિલીફ ચેતન છે. બિલીફમાં પાવર ચેતન ઊભું થયું.
પકડે પાવર ચેતનને, ન ખોળે મૂળને આ મૂળ ચેતન નથી, પાવર ચેતન છે. આ આટલું જો ખ્યાલમાં હોતને તો આજે લોકોએ ક્યારનોય આત્મા ખોળી કાઢ્યો હોત. પણ લોકો