________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
૯૫ અહંકાર જ કરે, બીજું કશું જ કરતો નથી. એ આંધળો છે ને કશું કરતો નથી.
પ્રશ્નકર્તા: ‘જે અહંકાર છે, એ કઈ શક્તિ કહેવાય?
દાદાશ્રી : એ જ ભ્રાંતિની શક્તિ, એ ડિસ્ચાર્જ શક્તિ છે. આ બૅટરીના સેલ ચાર્જ કરાવી લાવીએ, એટલે પછી જ્યાં વાપરવા હોય ત્યાં વાપરી શકાય, તે ઘડીએ એ ડિસ્ચાર્જ થયા કરે. તે આ ડિસ્ચાર્જ થતી શક્તિ છે.
પ્રશ્નકર્તા : હવે એ જે શક્તિ છે, એ આત્માથી જુદી છે ? દાદાશ્રી : હા, જુદી છે. પ્રશ્નકર્તા: પણ એને ગવર્ન (સંચાલન) કોણ કરે છે ?
દાદાશ્રી: ભ્રાંતિને ગવર્ન તો એનાં કામ જ કરે છે અને એ કર્મનો, ઉદયકર્મનો સ્વભાવ જ છે કે એ ઉદયકર્મ જ કામ કર્યા કરે. એમાં અહંકારથી જે કર્મ કરેલાં, તે ડિસ્ચાર્જ થતી વખતે એવાં જ ફળ આપીને જાય છે.
પ્રશ્નકર્તા : એને કોણ ઓળખી શકે ? દાદાશ્રી : બધાય ઓળખી શકે.
પ્રશ્નકર્તા: જો ઓળખી શકતો હોત તો એ એવું ના કરવા જાત, એવું ના બોલત.
દાદાશ્રી : પણ પછી એના પોતાના હાથમાં સત્તા જ નથીને ! એ અહંકારમાં ચેતન શક્તિનો પાવર ભરેલો છે. તે એની મેળે જ્યાં સુધી પાવર છે, ત્યાં સુધી કાર્ય કર્યા કરશે. પછી ખલાસ થઈ જશે. એટલે આત્માનું બીજું કશું લેવું પડતું હોય એવું નથી. એ આત્મા તો ફક્ત પ્રકાશ આપે છે જીવમાત્રને, પણ પાવર આનો છે. પાવર ભરેલો છે, બૅટરીની પેઠ.
પ્રશ્નકર્તા એ પાવર કોનો કહેવાય ?