________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : નહીં, ભરનાર નથી કોઈ. સ્વયં ભરાય છે અને સ્વયં ગલન થાય છે. એનો સ્વભાવ જ છે પૂરણ-ગલન થવાનો. એમાં વચ્ચે કોઈની જરૂર નથી, એજન્ટની. અને આત્માનું એમાં કાર્ય નથી.
પ્રશ્નકર્તા પણ આત્માની હાજરી તો છેને ? દાદાશ્રી : હાજરીથી તો ફક્ત પાવર મળે.
પાવર ચેતત જન્માવે, બીજું પાવર ચેતન પ્રશ્નકર્તા: આ ત્રણ ચાર્જ થયેલી બૅટરી જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તે જ નવી બેટરી ચાર્જ કરી નાખે છે ?
દાદાશ્રી : એ તો નિચેતન ચેતન (આ ડિસ્ચાર્જ પુલ.) ચેતન કેવું? નિશ્ચેતન ચેતન. અને પાછું ફરી બીજું ઊભું ના કરે. આ જે ચેતન છેને, નિચેતન ચેતન, તે ફરી બીજું ઊભું કરવાની શક્તિ એ ધરાવતું નથી. ત્યારે કહે, ફરી બીજું કોણ ઊભું કરે છે ? શુદ્ધ ચેતન ? ત્યારે કહે, ના, એય નથી કરતું. પાવર ચેતન જ બીજું પાવર ચેતન ફરી ઊભું કરે છે. એ મેં તમારું બધાનું પાવર ચેતન કાઢી નાખ્યું છે. ઑપરેશન કરીને (સ્વરૂપજ્ઞાન આપીને) હપુરુ કાઢી નાખ્યું છે. હવે નિચેતન ચેતન રહ્યું છે તે બીજું ઊભું ના કરે. પાવર ચેતન કાઢી નાખ્યું. હવે શુદ્ધ ચેતન અને નિશ્ચેતન ચેતન. નિચેતન ચેતન તો એનો પાવર જેમ જેમ વપરાશે તેમ પાવર ખલાસ થશે. પાવર ઊડી જશે, બસ, થઈ ગયું ! એટલું જ છે. નવો પાવર ભરાવાનો નહીં. એટલે પાવર ચેતન તો પાવર ભરે, એ બધું જ કરે. નવી બૅટરીઓ ભરી આપે પાછી, સેલ બધા ભરી આપે અને પાછું ઊલટું બોજા લાગે આપણને. જ્યારે આ તો હલકા થઈએ.
ભરેલો પાવર વપરાય, ડિસ્ચાર્જ અહંકારથી પ્રશ્નકર્તા ઃ તો હવે જ્ઞાન પછી “હુંનો ભાગ શું આમાં ? “હું શું કરે છે ?
દાદાશ્રી : હું (આ ડિસ્ચાર્જ થતો હું છે) (સૂક્ષ્મતર અહંકાર) તો