________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
શું માને છે કે આ જ ચેતન છે, આને જ સીધો કરો, અને સ્થિર કરો, આને નિરાહારી બનાવો અને નિર્વિષયી બનાવી દો. એટલા હારુ પદ્માસન વાળીને સ્થિર કરે છે. પદ્માસન વાળવું એ ગુનો નથી, એ બધા મનને એકાગ્ર કરવાના સાધનો છે. પણ એને એ એમ જ જાણે છે કે આ આત્મા, ને આને સ્થિર કરીએ એટલે આત્મા પ્રાપ્ત થશે. આ તો પાવર આત્મા છે, તારી મહેનત નકામી જશે.
હવે આ ના સમજાય એવી વાત છે, મનુષ્યનું ગજું નથી કે આ વાત સમજી શકે. ખરી રીતે તો આમાં ચેતન જ નથી.
આ ધર્મ કરે છે, આમ ભક્તિ કરે છે, બધું કરે છે, એ બધું પાવરથી ચાલ્યા કરે, હવે તોય આ લોકો શું જાણે કે આ શાસ્ત્રો ભણે છે, એ ચેતન ભણે છે. શાસ્ત્ર સમજણ પાડે છે એ મોટા મોટા આચાર્યો, પણ એમાં ચેતન છે જ નહીં.
આ જગતના લોકો જ્યાં આત્મા માને છે, જ્યાં ચેતન માને છે ત્યાં ચેતન છે જ નહીં. જગતના લોકો જ્યાં ચેતન માને છે કે “આ જ્ઞાન સાંભળવામાં, શાસ્ત્રો વાંચવામાં, વ્યાખ્યાન કરવામાં અગર વ્યાખ્યાન સાંભળવામાં બધામાં ચેતન તો ખરું ?” મેં કહ્યું, “ના, એમાં ચેતન નથી. ચેતન કોઈનું સાંભળે નહીં.” આ પાવર ચેતન છે. હવે લોકો ક્યાં માને છે ને ક્યાં પહોંચે છે !
આ તમે પૂછો છો, તે અત્યારે ચેતન જ ક્યાં છે ? કોઈ મને પૂછે, તેમાં ચેતન જ નથી. આ મહારાજ પૂછે હમણે, તેમાં ચેતન જ નથી. એ બોલે છે એ ચેતન નથી. એ મહીં અભ્યાસ કરે છે, ધ્યાન કરે છે એ બધું એમાં ચેતન છે જ નહીં બિલકુલેય. વગર ચેતને આ પૂતળાં રમે છે, કૂદે છે, રાગ-દ્વેષ કરે છે. આ તો પાવર ચેતન છે. આમાં મૂળ ચેતન તો એની મેળે સેપરેટ (અલગ) સ્વભાવમાં છે, પોતાના સ્વભાવમાં છે. એ વિભાવ થયું નથી, આ પાવર ચેતન ઊભું થઈ ગયું છે.
હવે ભગવાન શું કહેવા માગે છે ? કે ચેતન એ ચેતન છે, અને બીજું તને સમજણ પડે એવું કરજે, બાકી જ્ઞાની પુરુષને પૂછજે. જ્ઞાની