________________
૮૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
સમજણ પડતી નથી, એટલે હું પાવર આત્મા કહું છું, એમને સમજણ પડે એવી રીતે.
અને અમારે તો અનુભવમાં આવેલું છે અને બહાર પાડીએ, ને એ જ ગીતા અને એ જ ચાર અનુયોગ. અમે જોઈને બોલીએ અને જોખમદારી હોયને? કંઈ ભગવાન મહાવીરની જોખમદારી ઉપર બોલીએ? અમે બોલીએ ને જોખમદારી ભગવાન મહાવીરની ?
ભગવાને વ્યવહાર આત્મા ને નિશ્ચય આત્મા બે કહ્યા. જ્યાં સુધી પોતે અજ્ઞાન જાણે છે ત્યાં સુધી એ વ્યવહાર આત્મા છે અને જ્યારે પોતે જ્ઞાન જાણે છે ત્યારે એ નિશ્ચય આત્મા છે. આ અજ્ઞાન જાણે છે ત્યાં સુધી પાવર આત્મા છે અને જ્ઞાન જાણે છે ત્યારે ખરો આત્મા, બસ. આ અજ્ઞાન જાણે છે ત્યાં સુધી સચળ છે અને જ્ઞાન જાણે છે ત્યારે અચળ છે.
આ સચર જ છે મૂઓ ! આ પાવર આત્મા કહ્યો. બધી બૅટરીઓ જોયેલીને હવે તો ? એટલે સમજણ પડી જાય. ફોડ પડવો જોઈએને બધો ? આ જૂની ત્રણ બેટરીઓ ખલાસ થાય છે અને નવી બેટરીઓ પૂરાય છે. તે આપણે નવી બૅટરીઓ ઊભી થતી બંધ કરી દઈએ છીએ. બૅટરીઓ ભરાય નહીં તો ચાલે કેવી રીતે ? કેટલા અવતાર કરવા છે હવે? એક-બે અવતારમાં નિવેડો લાવવો છે કે નહીં ?
વ્યવહાર બધો પાવર ચેતનતો, મિકેનિકલ પ્રશ્નકર્તા: દાદા, પાવર ચેતન ચાલે છે કેવી રીતે ?
દાદાશ્રી : આ પાવર ચેતન છે, આ સાચું ચેતન નથી. આ મિકેનિકલ ચેતન છે. પાવર ચેતન એટલે એને પેટ્રોલ પૂરીએ કે ઓઈલ પૂરીએ, ગરમી આપીએ ત્યારે ચાલુ રહે.
આખા જગતની મશિનરી કામ કરે છે, એના કરતાં મોટામાં મોટી મશિનરી હોય તો શરીરની) અંદર છે. જે અંદર એમને એમ ચાલે છે. તો આ બહારનું મોટા કરવાવાળા જુઓ તો ખરા ! બધા નૈમિત્તિક દેખાય