________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
૮૭
છે, આ ચકરડામાં ફર્યા કરે છે, તેમાં પોતે કહ્યું, “હું છું.” અલ્યા, આ તો મિકેનિકલ છે, આમાં તારે શું છે તે ?
આ શરીરમાં, ઈન્દ્રિયોમાં, બોલવા-કરવામાં, આ વ્યવહાર કરવામાં, કશામાં ચેતન છે જ નહીં, પાવર ચેતન છે. ધીસ ઈઝ ધ ન્યુ ઈન્વેન્શન, ટૉપ મોસ્ટ ! (આ નવી શોધખોળ છે, સર્વોત્તમ !)
પ્રશ્નકર્તા: હાથ હલાવે છે, પગ હલાવે છે, તે બધું પાવર ચેતન છે ?
દાદાશ્રી : હા, પાવર ચેતન છે. ત્યાં ભણે છે, ભણાવે છે, કલેક્ટરો થાય છે, ડૉક્ટરો થાય છે, વડાપ્રધાન થાય છે, જ્ઞાની થાય છે, એ બધું પાવર ચેતન છે. જ્ઞાની એટલે પાવર ચેતન.
આ સંસાર ચાલ્યા કરે છે. પૈણે છે, શાદી કરે છે, ખાય છે, કલેક્ટર થાય છે, ભણે છે, બેરિસ્ટર થાય છે, વકીલો થાય છે, ડૉક્ટરો થાય છે, એ બધું પાવર ચેતન છે, એ સાચું ચેતન નથી. પૂતળા ચાવી આપેલાં, જે એ પાવર ભરેલાં રમકડાં છે આ તેની દવા કરે છે આ ડૉક્ટરો. એ ચેતનની દવા નથી કરતા, આ રમકડાંઓની દવાઓ કરે છે અને તેથી ઑપરેશન થાય છે. નહીં તો ચેતનનું ઑપરેશન થઈ ના શકે. આ સમજવા જેવું છે. આ જ્ઞાન લીધા પછી મને ભેગા થશોને તો બધું સમજાવીશ.
આ આટલું બધું કોઈ પુસ્તકમાં હોય નહીં, અમે જે વાત કરીએ છે તે. આ સાયન્સ મેં જોયેલું એક્ઝક્ટ છે આ તો.
અંશ જ્ઞાત પર જતાં ખોયું સર્વાશ પ્રશ્નકર્તા: તો અત્યારે આ ડૉક્ટરી જ્ઞાન હોય, વકીલનું જ્ઞાન હોય, આ બધું ભણે છે તો એ બધું જ્ઞાન એ પાવર ચેતનમાં ગયું?
દાદાશ્રી ત્યારે બીજા શેમાં? અને કોઈ ડૉક્ટરે હજારો માણસોને છે તે યુરિન (પેશાબ)નાં રોગ મટાડ્યા હોય તોય એ ડૉક્ટર પછી એંસી વર્ષે શું કહે? “અરે દાદાજી, શું વાત કરો છો ? પેશાબનું એક ટીપું પડતું