________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
૮૫
વ્યવહાર આત્મા નહીં સમજાતા, કહ્યું પાવર ચેતત પ્રશ્નકર્તા : એ પાવર ચેતન ક્યાં છે ?
દાદાશ્રી અંદર જ છે. જે ખાય છે ને સંડાસ જાય છે, પાણી પીવે છે ને બાથરૂમમાં જાય છે, શ્વાસ લે છે એ પાવર ચેતન છે આ બધું. પાવર ચેતન ચંચળ છે. મૂળ ચેતન ચંચળ નથી, અચળ છે એ. એટલે આત્માને સચરાચર કહ્યો છે. આમાં ચેતન કહો છો તેનો ક્યારે પાર આવે ?
પ્રશ્નકર્તા : બરાબર છે, શાસ્ત્રોમાં આત્માને સચરાચર કહ્યો છે.
દાદાશ્રી : બે આત્મા, આ વ્યવહાર આત્મા ગણાય છે અને પેલો નિશ્ચય આત્મા કહેવાય છે. હવે વ્યવહાર આત્મામાં ચેતન ક્યાંથી આવ્યું? નિશ્ચય આત્મા કંઈ ચેતન આપતું નથી કે નિશ્ચય આત્માની પાર્ટનરશિપ (ભાગીદારી) નથી, તો પછી વ્યવહાર (આત્મા)માં ચેતન ક્યાંથી આવ્યું ? એટલે એ ત્યાં જ બધું આખું વિજ્ઞાન ઊભું રહે છે કે આ આત્મા છે અને આ બીજું બધું પુગલ છે આજુબાજુ. તે આત્માની હાજરીથી મહીં પાવર ભરાય છે. મન-વચન-કાયાની બૅટરીઓમાં પાવર ભરાય છે. જ્યારે નવી ભરાતી અટકી જાય ત્યારે મોક્ષ થઈ જશે.
પ્રશ્નકર્તા: આ જે ભાવો કરાવે છે, આ દુનિયાની લાલચો કરાવે છે, એ બધું વ્યવહાર આત્મા કરાવડાવે છે, એવું થયું ?
દાદાશ્રી : વ્યવહાર આત્મા. વ્યવહાર આત્માની જ ડખલ છે આ બધી. હવે આમાંથી પાવર ચેતના ઊભી થઈ, એને શું કહેવામાં આવે છે, ચેતનાને ? ત્યારે કહે, ક્રોધ-માન-માયા-લોભ. વ્યવહાર આત્મા એ જ પાવર આત્મા છે. વ્યવહાર આત્મા વિનાશી છે અને નિશ્ચય આત્મા અવિનાશી છે. (આત્મા) સચરાચર છે. એ સચર એટલે આ પાવર આત્મા અને અચળ એટલે મૂળ આત્મા. મૂળ આત્મા અચળ જ છે, સ્થિર જ છે અને આ અસ્થિર છે. ભગવાને એને વ્યવહાર આત્મા કહ્યો અને નિશ્ચય આત્મા અચર કહ્યો.
ભગવાને બીજા શબ્દોમાં કહ્યા તે શબ્દો અત્યારે કહીએ તો લોકોને