________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
૮૩
દાદાશ્રી : હા, એ આત્માની હાજરી એ ચીજો દર્શાવે, નહીં તો ના દર્શાવે.
પ્રશ્નકર્તા ઃ એ કઈ ચીજો ?
દાદાશ્રી: એ તો આ બધુંય, આ અંતઃકરણ છે ને ક્રોધ-માન-માયાલોભ એ બધું એ જ દર્શાવે છે, આત્માની હાજરીથી. આત્મા ના હોય તો એ ના હોય. આત્મા આમાં કશું કરતો નથી. એમ ને એમ આ બધું આત્માની હાજરીથી ચાલી રહ્યું છે. આત્માની હાજરીથી શું નહીં બનતું હોય ?
મમત્વે, જડ બન્યું ચેતત પ્રશ્નકર્તા: આત્મા અમર છે, મરતો નથી, કપાતો નથી, બળતો નથી અને આ શરીર એ તો જડ છે, પણ જ્યારે આ શરીરને કંઈક વાગે, હાથ કપાઈ જાય કે કશું થાય, તો પછી આ દુઃખ કેમ થાય છે ?
દાદાશ્રી : એવું છેને, શરીર તદન જડ નથી. હા, પાવર ભરેલો છે માટે દુઃખ થાય છે. જીવમાત્ર સુખ અગર દુઃખ, ગમે તે એક અસરમાં, ઈફેક્ટમાં હોય જ અને જડ એટલે એ જેને સુખ-દુઃખ બેઉ અસર ના થાય.
જડ તો ક્યારે કહેવાય ? મહીંથી આત્મા નીકળી જાય, ત્યાર પછી જડ. પછી કશું કાપો કરો તો કશો વાંધો નહીં. આ તો પાવર ભરેલો છે.
અને બીજું આ જડમાં ચેતન બિલકુલ છે નહીં, પણ મમતા છે એટલા પૂરતું એમાં ચેતન છે. આપણે આને (ટિપોઈને) બીજે મૂકીએ તો શેઠને પેલી મમતા હોય તો એને દુઃખ થાય. મમતા ના હોય તેને વાંધો ના આવે.
એટલે જડમાં મમત્વ ચેતન છે. રેડિયો પર મમતા હોય તો એમાં ચેતન છે ને આ મમતા ગઈ તો એમાં ચેતન નથી, એટલે તમે બદલી શકો.
પ્રશ્નકર્તા અને મમતા હોય તો ચેતન છે, એવું થયું ?
દાદાશ્રી : મમતા હોય તો મને દુઃખ થાય અને દુઃખ થાય માટે ચેતન છે એટલા પૂરતું.