________________
[3]
પાવર ચેતન
(૩.૧)
પાવર ચેતતતું સ્વરૂપ શુદ્ધ ચેતન અક્રિય, કરે ક્રિયા પાવર ચેતન
શુદ્ધ ચેતન આ જગતમાં કશું કરતું જ નથી. ચેતન વગર ચાલ્યા કરે છે. હવે આ ના સમજાય એવી વાત છે. એ તો બહાર પાડું નહીં. તમારી પાસે થોડી વાત બહાર મૂકું. મૂળ ચેતન તો વપરાતું જ નથી.
શુદ્ધ આત્મા જેવો છેને, એવો જ મહીં છે. એમાં કશો ફેર નથી થયો અને તમે આ જે એન્જિનિયર તરીકે કામ કરો છો, તેમાં આત્મા છે નહીં, ચેતન નથી. ચેતન હશે આમાં, કામ કરવામાં ?
પ્રશ્નકર્તા: કામ જે વસ્તુ છે તેમાં ચેતન નથી પણ ચેતનને લીધે કામ થાય છે. આ તમે લખ્યું તો એ લખવામાં ચેતન નથી પણ ચેતનને લીધે લખી શકાય છે. ચેતનને આધારે દરેક કાર્ય થાય છે.
દાદાશ્રી : એવું જો વાપરવામાં આવ્યું તો ચેતન ખલાસ થઈ જાય. એટલે આ આખું જગત કામ કરી રહ્યું છેને, તેમાં ચેતન બિલકુલેય કામ કરતું નથી. એટલે રિયલી સ્પીકિંગ (ખરેખર કહીએ તો) ધ આર ટૉપ્સ, એ ભમરડા છે. એ હું તમને સમજાવું બધું કામ કેવી રીતે થાય છે. આ લાગે છે ચેતન જેવું. લોકોને એમ જ લાગેને, હું જ છું ચેતન. આત્મા