________________
૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જ મારો આમાં છે ! પણ ન્હોય આ આત્મા. આ તો આત્માની હાજરી છે આમાં, શરીરમાં આત્મા હાજર છે. આત્મા હોય, ચેતન હોય તો આ શરીર ચાલે, નહીં તો શરીર બંધ થઈ જાય.
પણ એ આત્મા આમાં કશું કરતો જ નથી. જેમ આ સૂર્યનારાયણની હાજરીથી આ લોકો અનેક જાતના કામ કરે. એનાથી ઊર્જા ઉત્પન્ન કરે, બીજું કરે, તે બધા જાતજાતનાં કામ કરી શકે છેને !
આમાં આખું જગત ચેતન માની રહ્યું છેને, તે (આ કાળમાં) હું એકલો જ કહું છું કે જે તમે કાર્ય કરો છો તેમાં ચેતન નથી. આ તમામ કાર્યોથી પર એવો મહીં આત્મા છે.
પ્રશ્નકર્તા: તો જડ કરે છે ? દાદાશ્રી : જય કશું કરી શકે નહીં. પ્રશ્નકર્તા : હિં. તો પછી કોણ આ કરે છે ?
દાદાશ્રી : એ પાવર ચેતન કરે છે. પાવર ચેતન, એટલે નથી જડ કે નથી ચેતન.
પ્રશ્નકર્તા: બરોબર છે, જડ પણ નથી કરતું અને શુદ્ધ ચેતન પણ નથી કરતું.
દાદાશ્રી : તો કોઈ કરનાર તો જોઈએને? હૂ ઈઝ રિસ્પોન્સિબલ (કોણ જવાબદાર છે)? ત્યારે પરમાણુ કર્તા છે? ત્યારે કહે, પરમાણુ ચોખ્ખા હોય, એ કર્તા હોઈ શકે નહીં. એનોય સ્વભાવ તો ક્રિયાકારી છે. સક્રિય છે સ્વભાવ, પણ કર્તાપણું ના હોય ત્યાં. પુદ્ગલનો છે આ ગુણ. ત્યારે પુગલ એટલે શું? એ જે પાવર ચેતનવાળું છે એ પુદ્ગલ કરે છે. આ પાવર ચેતન જેને આપણે મિશ્રચેતન કહ્યું. ખરેખર ચેતન નથી, મિશ્રચેતન છે તે ચેતન જેવું કાર્ય બધું કરે, પણ ચેતન નથી.
પ્રશ્નકર્તા: પાવર ચેતન કહ્યું આપે. દાદાશ્રી : હા, એ આપણી ભાષામાં એ વિજ્ઞાન બહાર પાડ્યું.