________________
७६
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
કરી નાખવાનું. ભાવના કરી કરીને તે રૂપ જ કરવાનું. પુદ્ગલને ભગવાન બનાવવાનું છે. જ્યારે “એનાં' જેવો “પોતે' થઈ જશે, એટલે છૂટું થઈ ગયું. પછી પૂર્ણાહુતિ થઈ. ધીમે ધીમે ભાવના કરી કરીને આ પુદ્ગલને ભગવાન બનાવવાનું છે. જ્ઞાની થયા એટલે હજુ તો થોડુંક બાકી રહ્યું, કાચું રહ્યું. હવે જ્ઞાની એ આત્મા ના કહેવાય, પુગલ કહેવાય. દરઅસલ આત્મા તો સંપૂર્ણ સર્વજ્ઞ છે.
છેવટે પોતાનું સ્વરૂપ જાણશે ત્યાર પછી સ્વરૂપમય થઈ જશે જ્યારે ત્યારે. પહેલા શ્રદ્ધામાં આવે. પછી ધીમે ધીમે જ્ઞાનમાં આવે ને પછી વર્તનમાં આવે. તે વર્તનમાં આવે તો પૂરું થઈ ગયું. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ પૂરું થઈ ગયું.
પ્રશ્નકર્તા: આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે અને સ્વ-પર પ્રકાશક છે. જ્યારે પોતે પૂર્ણ આત્મસ્વભાવમાં આવી જાય, ત્યાર પછી એને આ બધું બહારનું
જોવાનું રહેતું જ નથી. પોતાના આત્માનું જ જોયા કરે.
દાદાશ્રી : ના, સ્વ-પર પ્રકાશક છે તે વ્યવહાર આત્મા થાય છે. મૂળ આત્મા પોતે સ્વનોય નથી ને પરનોય નથી, સંપૂર્ણ પ્રકાશક છે. એને કોઈ વિશેષણ જ નથી. નિર્વિશેષ છે. આ બધાં જેટલાં વિશેષણ છે તે વ્યવહાર આત્માના છે. મૂળ આત્મા, ભગવાનને વિશેષણ હોય ત્યાં પછી તો, વિશેષણ જતું રહે તો પછી ભગવાન શું રહ્યા ? વિશેષણનો સ્વભાવ એવો કે થોડા વખત પછી જતો રહે.