________________
(૨) વ્યવહાર આત્મા
૭૫
પુદ્ગલ જ્ઞાત પૂર્ણ થયે, છૂટે બેઉ
પ્રશ્નકર્તા : જે વ્યવહાર આત્માને પણ ભગવાન બનાવવાનો છે, પુદ્ગલને પણ ભગવાન બનાવવાનું છે, એટલે કઈ રીતે બનાવવાનું ? દાદાશ્રી : આ બનાવી રહ્યા તે રીતે. જ્ઞાની પાસે બેસો તો તમે એટલાં જ્ઞાની થાવ પાછાં. હું સર્વજ્ઞની પાસે રહું તો હું સર્વજ્ઞ થાઉં. તમે છે તો મારા જોડે રહો તો મારા જેવાં થાવ, એમ કરતાં કરતાં થતું થતું બધું થઈ રહ્યું છે.
જે પુદ્ગલ છે, તેને વ્યવહાર આત્મા કહીએ છીએ. એટલે વ્યવહાર આત્માનું પોતાનું જ્ઞાન કેટલું ? કે આટલું થયું છે. પણ જ્યારે પૂર્ણાહુતિ થશે ત્યારે બેઉનો છૂટકારો થશે. જ્યાં સુધી બેઉ પૂરું થાય નહીં, ત્યાં સુધી છૂટકારો થાય નહીં.
આત્માનું જ્ઞાન તો સંપૂર્ણ જ છે. આત્મા તો જ્ઞાની જ છે ને જેટલું પુદ્ગલનું આવરણ ખસે છે એટલું જ્ઞાન પ્રગટ થાય છે, બસ. એટલે પુદ્ગલનું જ્ઞાન ત્યાં આવીને ઊભું રહે છે. તે આટલી ડિગ્રીએ આવ્યું આ.
પ્રશ્નકર્તા : તો જ્ઞાન પુદ્ગલનું છે કે આત્માનું છે ?
દાદાશ્રી : જ્ઞાનેય પુદ્ગલનું જ. આત્મા સર્વસ્વ જ્ઞાની છે. પણ જેટલું પુદ્ગલ આવરણ ખસ્યું અહીં આટલી ડિગ્રી સુધી, એટલું પુદ્ગલનું
જ્ઞાન પ્રગટ થાય.
પ્રશ્નકર્તા : આવરણ હટ્યા એટલે ચેતનનું જ્ઞાન પ્રગટ થયું ને ?
દાદાશ્રી : હા, પ્રગટ થયું. તો પણ જ્ઞાન તો આત્મામાં છે જ પૂરેપૂરું. પ્રગટ જેને થયું તેનું જ્ઞાન. જ્ઞાન તો આત્માનું ખરું પણ આ પ્રગટ કોને થયું કે આટલી ડિગ્રી પ્રગટ થઈ ? જ્ઞાન એ પુદ્ગલનું જ્ઞાન.
પ્રશ્નકર્તા : એ પુદ્ગલનું કહેવાય ?
દાદાશ્રી : એ પુદ્ગલનું. આત્માનું તો છે જ પૂર્ણ જ્ઞાન, પણ છેવટે પુદ્ગલનું જ્ઞાન પૂર્ણ થશે ત્યારે મોક્ષે જશે. કારણ કે એને સરખે સરખું