________________
(૨) વ્યવહાર આત્મા
૬૫
ડિસ્ચાર્જમાં તા જરૂર, વ્યવહાર આત્માતી
પ્રશ્નકર્તા : જ્યારે કર્મનો ઉદય આવવાનો હોય, ડિસ્ચાર્જનો વિપાક થવાનો હોય ત્યારે પણ એ વ્યવહાર આત્મા જોઈએ કે ન જોઈએ ?
દાદાશ્રી : ત્યારે એની જરૂર જ નહીંને ! એની, વ્યવહાર આત્માની જરૂર જ નહીં. જેમ ચાર્જ થયેલી બૅટરી હોયને, તો એને પછી પેલામાં (ઢીંગલીમાં) મૂકી દે એટલે ડિસ્ચાર્જ થયા જ કરે.
પ્રશ્નકર્તા : હા, એ તો ખાલી મૂકી દઈએ તોય ડિસ્ચાર્જ થયા કરે. દાદાશ્રી : (આ દેહ, પુદ્ગલ) મડદું છે છતાંય ડિસ્ચાર્જ થયા કરે છે. મડદું કેમ છે ? ત્યારે કહે, એ ચાર્જ કરનારી વસ્તુ (વ્યવહાર આત્મામિશ્ર ચેતન)થી એ જુદું છે.
પ્રશ્નકર્તા : દાદા, આ પુદ્ગલ છે એ (વ્યવહાર) આત્માની હાજરી વગર છે એ જરા સમજાવો, એ કેવી રીતે ?
દાદાશ્રી : હાજરી વગર ઉત્પત્તિ, સ્થિતિ ને લય થયા કરે છે. કારણ કે આ પુદ્ગલ આખું જડ જ છે. એવી રીતે જે ડિસ્ચાર્જ ચેતન છેને, તે આખું જડ જ છે. એમાં (વ્યવહાર) આત્માની કંઈ જરૂર જ નથી. મૂળ આત્માના પ્રકાશથી ચાલ્યા કરે છે બસ. કારણ કે આ મડદું અને આ પુદ્ગલમાં કોઈ ફેર નથી. ફક્ત ચાર્જ પુદ્ગલમાં ફેર છે, ડિસ્ચાર્જમાં કોઈ ફેર નથી.
પ્રશ્નકર્તા : દાદા, પણ ચાર્જ પુદ્ગલ અને ડિસ્ચાર્જ પુદ્ગલ, એનો તફાવત જરા સમજાવોને ! ચાર્જ કયું ને ડિસ્ચાર્જ કયું ?
દાદાશ્રી : ચાર્જમાં તો (વ્યવહાર આત્મા) પોતે હોય છે. પોતે અહંકાર હોય છે, કર્તા હોય છે. એ ત્યાં જ (વ્યવહા૨) આત્માની હાજરી હોય, બાકી ડિસ્ચાર્જમાં તો મડદાલ જ કહોને, એને મડદું જ કહો. એને મૂર્તિ કહો તોય ચાલે. (વ્યવહાર) આત્માને ઢાંકી દો તોય આ ચાલ્યા કરે.
બાકી આ તો પુદ્ગલનું, રાતે ઊંઘમાંય (વ્યવહાર) આત્માની