________________
૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ગેરહાજરી હોય છે તે વખતેય ચાલ્યા કરે. એ તો બધું ઘસાયા જ કરે છે નિરંતર.
પ્રશ્નકર્તા: ઊંઘમાં વ્યવહાર) આત્માની ગેરહાજરી થઈ નથી ને ? દાદાશ્રી : થઈ જાયને ઊંઘમાંય. પ્રશ્નકર્તા : તે ક્યાં જાય ?
દાદાશ્રી : આવરણમાં, બીજું શું ? આને હેલ્પ નથી કરતું હોય ચાલ્યા કરે.
પ્રશ્નકર્તા : શરીરમાં ક્યાંક તો ખરો ?
દાદાશ્રી હોય તોય શું અને ના હોય તોય શું? ના હોય તોય એ એની મેળે થયા કરે એવું છે. તે આ મરેલી વસ્તુ છે. મરેલી વસ્તુને કંઈ (વ્યવહાર) આત્માની જરૂર નથી.
પ્રશ્નકર્તા ઃ હૃદય ચાલતું હોય એ મરેલું કેમ કહેવાય ?
દાદાશ્રી : હૃદય ચાલતું હોય એય પણ ડિસ્ચાર્જ છે. એ ચાલતું હોય તો મિકેનિકલ છે. મિકેનિકલને (વ્યવહાર) આત્માની જરૂર નથી.
પ્રશ્નકર્તા : હા, મિકેનિકલ છે. પણ (વ્યવહાર) આત્માની હાજરી છે તો મિકેનિકલ છે, નહીં તો ક્યાંથી ચાલે ?
દાદાશ્રી : ના, એ એવું નથી. આ જે એ આગળનું ચાર્જ કરે છે તે વ્યવહાર) આત્માની હાજરી સિવાય થાય એવું નથી. બાકી આમાં તો કાંઈ જરૂર જ નથી, આ તો મડદું જ છે, ડિસ્ચાર્જ.
આમાં એવું છે, આ જે પુગલ છેને, એની મહીં (વ્યવહાર) આત્માની શક્તિ, રિલેટિવ શક્તિ ઉત્પન્ન થયેલી છે. તે એની મેળે ચાલે એવું છે. આ રિલેટિવ શક્તિ છે એટલે (વ્યવહાર) આત્માની આમાં જરૂર રહેતી નથી.
(વ્યવહાર) આત્માનો પ્રકાશ હઉ રિલેટિવમાં છે. રિલેટિવ પ્રકાશ