________________
૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયાનો જ કર્તા છે. આ તો બિલીફ રોંગ છે, એથી હું ચંદુલાલ છું’ એમ માને છે અને એથી જ અહંકાર કરે છે કે “મેં કર્યું, મેં ભોગવ્યું. અગ્નિને ઊધઈ અડે તો આત્માને કર્મ અડે.
કર્તાભાવથી મુકામ, વ્યવહાર આત્મામાં પ્રશ્નકર્તા ઃ આમ વ્યવહારમાં જોવા જઈએ તો અજ્ઞાનીનો મૂળ આત્મા પણ ખરેખર કર્તા નથી.
દાદાશ્રી : મૂળ આત્મા કશું કરી શકે નહીં, ને “મૂળ આત્મા’ એ વસ્તુ જ જુદી છે. આ તો માન્યતા “એની” થઈ ગઈ કે હું કરું છું. એ વ્યવહાર આત્મા ઊભો થઈ ગયો.
પ્રશ્નકર્તા એટલે વ્યવહાર આત્માને કર્તા કહ્યો છે ?
દાદાશ્રી : હા. વ્યવહાર આત્મા એટલે એક આત્મા જે વ્યવહારમાં તમારે કામ કરે છે, વ્યવહાર ચલાવી લે છે, એ આત્મા છે. એ “આત્મા'માં ‘તમે અત્યારે છો. તમારો કર્તાભાવ છે ત્યાં સુધી તમે આ આત્મામાં છો. અને કર્તાભાવ છૂટી જાય ત્યારે ‘તમે” “મૂળ આત્મા’માં આવો. કારણ કે મૂળ આત્મા અક્રિય છે. મૂળ જે દરઅસલ આત્મા છે એ અક્રિય છે. એટલે આપણું અક્રિયપણું થાય તો મૂળ આત્મામાં તન્મયાકાર થાય. અને જ્યાં સુધી કર્તાભાવ છે ત્યાં સુધી ભ્રાંતિ છે આપણને, ત્યાં સુધી આ (વ્યવહાર) આત્મામાં રહેવાનું. તે દેહાધ્યાસનો દોષ બેસે આપણને અને કર્મો બંધાય. હું કરું છું', એથી કર્મ બંધાય બધા. તે આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું કર્મ બંધાવાથી ઉત્પન્ન થયું છે. એ કર્મ છૂટી જાય એટલે એ બધું ઊડી જાય. - જ્યારે તમને જ્ઞાન થાય ત્યારે તું પોતે અકર્તા છો, નહીં તો અજ્ઞાન છે ત્યાં સુધી તો તું કર્તા જ છું. “હું ચંદુ છું એવી જ્યાં સુધી માન્યતા છે ત્યાં સુધી તમે જગતમાં કર્તા જ છો અને તેથી કર્મ બંધાશે જ તમને. જ્યારે “હું શુદ્ધાત્મા છું અને ચંદુભાઈ જુદા છે” એ તમને રહેશે, ત્યારે તમને કર્મ બંધાતા અટકી જશે.