________________
(૨) વ્યવહાર આત્મા
એ અચળ છે અને વ્યવહાર આત્મા સચર છે. મૂળ આત્મા તો અચંચળ છે, જ્યારે માનેલો આત્મા ચંચળ છે, ચંચળ સ્વરૂપ છે. માનેલા આત્માને પીડા થાય છે, મૂળ આત્માને કશું જ અડતું નથી. એટલે આત્મા અને પરમાત્મા જુદા નથી.
૬૩
કર્તા-ભોકતા તે વ્યવહાર આત્મા
પ્રશ્નકર્તા : આ કર્મ કોને લાગે છે ? વ્યવહાર આત્મા છે એને લાગે છે ?
દાદાશ્રી : એ કરે તેને. વ્યવહારિક આત્મા એ ‘હું’ અને ‘મારું’ કહે છે. કરનાર એ કહે છે, ‘મેં કર્યું.’ ને ભોગવેય એ. કર્તાય એ અને ભોક્તાય એ. ત્યારે કહે, બંધાયેલો કોણ છે ? ત્યારે એ જાણે કે હું બંધાયેલો છું, તો મુક્તિય એ પામે. ‘હું બંધાયેલો છું’ એ ભાન છે, એ જ મુક્તિ પામે છે. પછી આત્મા તો મુક્ત જ છે, અનાદિ મુક્ત છે.
પ્રશ્નકર્તા : તો કર્મો જે બંધાય છે તો દેખાય એવું છે કે એ પુદ્ગલ જ ભોગવે છે ? આત્મા તો ભોગવતો જ નથીને ?
દાદાશ્રી : પુદ્ગલ એટલે અહંકાર ભોગવે છે. અહંકાર કર્મો કરે છે ને ભોગવે છેય અહંકાર. એ બધું જ પુદ્ગલ જ છે. એમાં આત્માને કશી લેવાદેવા નથી. આત્મા ચોખ્ખો જ છે. મૂળ આત્માને તો કશું થતું નથી. આ વ્યવહાર આત્મા, માનેલો આત્મા એ જ દુ:ખી થાય છે.
જ્યાં સુધી વ્યવહાર આત્મા છે, ત્યાં સુધી કર્મનો કર્તા છે અને નિશ્ચય આત્મા છે, ત્યાં કર્મનો કર્તા નથી.
પણ
રિલેટિવ ભાષા, ભ્રાંતિની ભાષામાં પોતે જ કર્તા-ભોક્તા છે, એરિલેટિવમાં રહીને ‘હું અકર્તા છું’ એમ ના બોલાય. કારણ કે રિલેટિવમાં પોતે કર્તા-ભોક્તા જ માને છે. વ્યવહારથી કર્તા-ભોક્તા કહેવાય, એથી શું થાય કે કાંઈક પુરુષાર્થ માંડી શકે. જેમ સાબુથી મેલ ધોવાય એમ. જો કર્તા રહે તો ગુંઠાણા ઊંચે ચઢાય છે. છતાં આત્મા ક્યારેય કર્તા બન્યો જ નથી અને કરવાને શક્તિમાન પણ નથી. પોતે