________________
૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ખરા પાછા, વ્યવહારિક આત્મા છે પણ એમના જ્ઞાનમાં નિશ્ચય આત્મા એ જાણે કે આત્મા તે આ જ આત્મા, આત્મા નહીં હોય તો આવું બોલાય શી રીતે? ચલાય શી રીતે ? આ હાલવું-ચાલવું, વાતચીત કરવી, સ્વાધ્યાય કરવો, વાંચું છું, યાદ રહે છે આ બધું, એ આત્મા આ જ છે, બીજો તો આત્મા હોય જ નહીં એવું એ જાણે છે. અને આ તો આત્માનો પડછાયો છે. આ પડછાયો પકડે કરોડો અવતાર સુધી આત્મા ના જડે, આ જગતને. અક્રમ વિજ્ઞાનથી મેં ખુલ્લું પાડ્યું કે પડછાયો શું કરવા પકડો છો ? લાઈન ખોટી નથી તમારી, એ ક્રમિક માર્ગ, પણ પડછાયાને આત્મા માનો છો ! આત્માને આત્મા માનો ને પડછાયાને પડછાયો માનો, એવું હું કહેવા માંગું છું.
પ્રશ્નકર્તા: માન્યતામાં જ મોટી ભૂલ.
દાદાશ્રી : માન્યતામાં ભૂલ થાય એટલે બધુંય ભૂલ, રહ્યું જ શું પછી ?
પ્રશ્નકર્તા : નિશ્ચય નયથી એક જ આત્મા છે.
દાદાશ્રી : ના, પણ એક આત્મા એવું કહેવાય નહીંને ! જ્યાં સુધી વ્યવહારમાં વર્તે છે, ત્યાં સુધી આત્મા નહીં ? આ લોકો આત્મા ના કહેવાય બધા ?
અજ્ઞાને માયા આત્મા-પરમાત્મા જુદા પ્રશ્નકર્તા: વ્યવહાર જગતમાં આત્મા અને પરમાત્માને જુદા કેમ ગણાવે છે ?
દાદાશ્રી : એ લોકો આત્મા ને પરમાત્મા જુદા કહે છે, એનું કારણ એ કે વ્યવહાર આત્માને આત્મા કહે છે. આ જે દેખાય છે એ આત્માને, આ જે કામ કરી રહ્યા છે ને, દાન આપે છે, ગાળો બોલે છે, ઉપદેશ આપે છે, આને જ આત્મા માને છે. આ તો પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, લોકોએ માનેલો તે આત્મા છે, ખરો આત્મા નથી. ખરો આત્મા તો જેમ છે તેમ જ છે, આઘોપાછો થતો નથી. ખરો આત્મા