________________
(૨) વ્યવહાર આત્મા
ઉપયોગ કહેવાય અને આત્માની દૃષ્ટિ થયા પછી આત્મા બાજુ ઉપયોગ જાય છે તેને સ્વ-ઉપયોગ(પ્રજ્ઞાનો) કહેવાય છે, બસ. ઉપયોગ એટલે જાગૃતિ, તે કઈ બાજુ વાપરી તે જોવાનું.
વ્યવહાર આત્મા એટલે તમારો આ અત્યારે ચાલુ આત્મા છે એ. અને એ જ સ્વભાવિક-વિભાવિક થાય છે. વ્યવહાર આત્મામાં એક સેન્ટ પણ ચેતન નથી. મૂળ આત્મા તો એક જ છે, પણ આ વ્યવહાર આત્મા એને ઊભો થઈ ગયો છે. જ્યાં સુધી આ સંસાર પ્રવાહમાં છે, ત્યાં સુધી
વ્યવહાર છે એને. વ્યવહાર મિકેનિકલ આત્માનો. વ્યવહાર આત્માને મિકેનિકલ આત્મા કહેવાય.
૫૭
અજ્ઞાતથી એકરૂપ ભાસે, જ્ઞાતથી પડે
છૂટા
‘મૂળ આત્મા’ અચળ કહેવાય અને વ્યવહાર આત્મા સચર કહેવાય. સચર આત્મા એટલે મિકેનિકલ આત્મા.
પ્રશ્નકર્તા ઃ એ બન્ને વચ્ચે કોઈ કડી ખરી?
:
દાદાશ્રી : ના, કડી વગર બેઉ એમને એમ છૂટા જ. બેઉ કોઈ દહાડો જોઈન્ટ થયા જ નથી. એ તમારામાંય જોઈન્ટ નથી. પણ આ તો ફક્ત હું બોલું, આ છૂટા પડવાનું કારણ શું છે કે અજ્ઞાનથી બંધાઈ ચાલ્યા હતા, તે જ જ્ઞાનથી છૂટા પડે છે. આમ તો છૂટા જ છે. (મૂળ) આત્મા તદ્દન જુદો જ છે આ શરીરમાં. એવો આત્મા મેં જોયો છે. કેવળજ્ઞાન સ્વરૂપે આત્મા મેં જોયો છે. બાકી વેદમાં કે કોઈ જગ્યાએ આત્મા હોય નહીં, એમાં શબ્દો છે. જૈનોના આગમોમાંય આત્મા ના હોય ને વેદવેદાંતમાંય ના હોય.
છેને !
પ્રશ્નકર્તા : મિકેનિકલ આત્મા અને દરઅસલ આત્મામાં સમજણ પડતી નથી. આત્મા એક જ હોય. આ બીજા આત્માની સમજણ પાડો, એને આત્મા જ કેમ કહેવાય ?
દાદાશ્રી : શું કહેવું ત્યારે ? લોક તો એને જ આત્મા માની બેઠા