________________
૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: લોક ભલે માનતા હોય, લોકભાષાનું બોલવું પડે પણ ખરી રીતે નથીને ?
દાદાશ્રી : ખરી રીતે નથી, પણ તે આખું જગત એને એકલાને માને. પછી આપણે એકલા ના બોલીએ તો શું થાય ? એટલે વ્યવહાર આત્મા કહ્યો, વ્યવહારમાં ચાલતો.
પ્રશ્નકર્તા ઃ વ્યવહાર આત્મા કહે છે એ ભ્રાંતિ નથી ? દાદાશ્રી : ભ્રાંતિ જ છેને ! ભ્રાંતિમાં જ છે. પ્રશ્નકર્તા ઃ એટલે ખરી રીતે વ્યવહાર આત્મા છે જ નહીં ?
દાદાશ્રી : વ્યવહાર આત્મા જેવી વસ્તુ જ ન હોયને ! આ તો વ્યવહાર આત્મા, માન્યતા ઊભી થઈ છે.
હું ચંદુલાલ છું' એ અજ્ઞાન માન્યતા છે ને ત્યાં સુધી એને મૂઢાત્મા કહેવાય. અને એ “રોંગ બિલીફ' ફ્રેકચર થઈ જાય ને “રાઇટ બિલીફ” બેસે ત્યારે “શુદ્ધાત્મા' કહેવાય. એ વસ્તુત્વનું ભાન થયા પછી પૂર્ણત્વ એની મેળે થયા કરે.
વ્યવહાર દષ્ટિએ મૂઢાત્મા, નિશ્ચય દષ્ટિએ શુદ્ધાત્મા
પ્રશ્નકર્તા: હવે આત્માનો પ્રકાર નથી અને આત્મા તો નિરાકાર છે તો આવી રીતે ન હોવું જોઈએને, મૂઢાત્મા અને શુદ્ધાત્મા ?
દાદાશ્રી : શુદ્ધાત્મા ને મૂઢાત્મા એ બધું કહેવાનું શું છે ? આત્મા તેનો તે જ, જેમ કોઈ માણસ હોય ઘરે એને શેઠ કહેતા હોય લોકો, આવો શેઠ, આવો શેઠ. પણ કોર્ટમાં જાય ત્યારે તેને વકીલ, વકીલ કહ્યા કરે. કહે કે ના કહે ? શાથી એના બે નામો ?
પ્રશ્નકર્તા : ત્યાં વકીલ તરીકે કામ કરે છે માટે.
દાદાશ્રી : આ વ્યવહારનું) કામ કરે છે ત્યારે મૂઢાત્મા અને પોતાનું પેલું (આત્માનું) કામ કરે ત્યારે શુદ્ધાત્મા. ખરેખર આ કામ કરતો નથી, આની પાછળ વિજ્ઞાન છે બધું.