________________
૫૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: અજ્ઞાન જ્ઞાનમય થાય તો ?
દાદાશ્રી : ત્યારે એને અજ્ઞાન ન કહેવાય. પછી તો જ્ઞાનમય પરિણામ જ વર્યા કરે અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાનમય પરિણામ જ વર્યા કરે. પછી તપ કરે, જપ કરે, શાસ્ત્રો વાંચે કે ગમે તે ક્રિયા કરે, પણ એનાથી કર્મ જ બંધાય. પણ તે ભૌતિક સુખ આપનારા હોય.
ઉપયોગ બધો વ્યવહાર આત્માતો પ્રશ્નકર્તા ઃ હવે વિભાવ અવસ્થામાં પોતે ઉપયોગ મૂકે છે એટલે આત્માને કર્મ બંધાય છે. એટલે આ આત્માનો જ ઉપયોગ વિભાવ દશામાં જાય છે. જો એ સ્વભાવમાં રહે તો એને કર્મ બંધાતું નથી, એ બરોબર
દાદાશ્રી : ના, ખોટી વાત છે. આત્મા નિરંતર સ્વભાવમાં જ રહે છે, એ જ મૂળ આત્મા. અને જે સ્વભાવ ને વિભાવ થયા કરે છે એ વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા તો નિરંતર મુક્ત જ છે, અંદર બેઠેલો છે પાછો. વ્યવહાર આત્મા એટલે અત્યારે જે માનેલો “આત્મા” છે એ વિભાવિક છે અને વ્યવહાર આત્મામાં આટલું પણ ચેતન નથી.
પ્રશ્નકર્તા: ઉપયોગ મૂળ આત્માનો જ હોય છે ને ?
દાદાશ્રી: ના, આત્માનો ઉપયોગ ના હોય. આત્માને ઉપયોગ હોય તો તો એ થઈ ગયો ભંડારી, સર્વિસમેન થઈ ગયો. આ તો આપણા લોકો બધાં એવું શિખવાડે, પણ આત્મા તેવો નથી. આ બહાર જે પ્રચલિત વાક્યો છે તેમાં એક પણ જગ્યાએ આત્મા નથી. આ તમારે માની લેવું. એ સૌ-સૌના સ્ટેન્ડર્ડ પ્રમાણે સૌ કોઈ બોલે છે, પણ સ્ટેન્ડર્ડાઈઝડ છે. આત્માને ઉપયોગય નથી ને કશુંય નથી.
પ્રશ્નકર્તા તો ઉપયોગ કોનો છે ?
દાદાશ્રી : ઉપયોગ બધો અહંકારીનો વ્યવહાર આત્માનો), આત્મા પ્રાપ્ત કરે તે પહેલા આ બાજુ (ભૌતિક ભણી) ઉપયોગ જાય છે તે પર