________________
[૨]
વ્યવહાર આત્મા માતેલો આત્મા એ વ્યવહાર આત્મા પ્રશ્નકર્તા : દાદા, શાસ્ત્રમાં વ્યવહાર આત્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વ્યવહાર આત્મા એટલે ખરેખર શું છે ?
દાદાશ્રી : “હું ચંદુભાઈ એ તમે માનો છો, એ જ વ્યવહાર આત્મા (સૂમતમ અહંકાર) છે. એ સાચો આત્મા નથી. એટલે એક વ્યવહારમાં વર્તતો આત્મા છે તે અને બીજો વ્યવહારમાં નથી વર્તતો તે મૂળ આત્મા છે. આ વ્યવહારમાં વર્તતો આત્મા “ચંદુ નામ ધારીને ફરે છે. વ્યવહારમાં લોકો તમને આ આત્માથી ઓળખે છે.
એટલે વ્યવહાર આત્મા એ એમનો (લોકોનો) માનેલો આત્મા. એમણે જેને આત્મા માન્યો તે એનું નામ એ આત્મા, તે એમને પ્રગટ થઈ ગયો હોય અને તેમાં રહી શકે સ્થિરતાથી. એ કંઈ બીજું ફળ આપે
નહીં.
પ્રશ્નકર્તા ઃ તો આત્મા જે ભૌતિક પદાર્થોમાં સહજ લોભાયમાન હોય છે, એ કયો ?
દાદાશ્રી અનંત શક્તિવાળો આત્મા છે. ભૌતિક પદાર્થોમાં લોભાય છે એ આત્મા અનંત શક્તિવાળો ન હોય. અનંત શક્તિવાળો તમારો મૂળ આત્મા છે અને આ લોભાય છે એ વ્યવહાર આત્મા છે.
પ્રશ્નકર્તા દેહમાં આત્મા છૂટો છે કે બંધાયેલો છે ?