________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
૪૯
દાદાશ્રી : અહીં અધ્યયન હોય જ નહીં. અધ્યયન તો અહંકાર સહિત હોય. અગર તો આખો અહંકાર ના હોય ને સીમિત અહંકાર હોય, ઉપશમ થયેલો, તોય પણ એ સ્વાધ્યાય કહેવાય. અહંકાર રહિતપણું, ત્યાં સ્વાધ્યાય ના હોય. સ્વાધ્યાય, કોનો સ્વાધ્યાય ? સ્વ જુએ છે, પછી એનો અધ્યાય કોણ કરે ?
પ્રશ્નકર્તા : પણ દાદા, એ સ્વાધ્યાયનો જ્યારે પ્રશ્ન પૂછયો ત્યારે આ ખુલાસો અમારો થયો.
દાદાશ્રી સ્વાધ્યાય તો બહાર ક્રમિક માર્ગમાં હોય. અહીં સ્વાધ્યાય શબ્દ જ ના હોય, અહીં તો જ્ઞાતા-દ્રષ્ટાપણું. આ અહંકાર વધ્યો-ઘટ્યો. આમ થયું, તેમ થયું, ગાંડા કાઢે છે એવું તમને લાગે તોય એ જ્ઞાતાદ્રષ્ટાપણું કહેવાય. અત્યાર સુધી એ બહાર જ જોતો'તો, જ્ઞાતા-દ્રષ્ટાપણું બહાર હતું એનું. તે હવે ક્યાં જોતો થયો ? સ્માતીત ભેદો, એને જોતો થયો.
છેલ્લી સલામ ! સંજ્ઞા-સંજ્ઞીતે અમે તો આ મોક્ષે ચાલ્યા...
હવે સંજ્ઞા-સંજ્ઞીને સલામ. અમારે સંજ્ઞી આત્મા એટલે પ્રતિષ્ઠિત આત્મા. હવે પ્રતિષ્ઠા થતી બંધ થઈ ગઈ. હવે દાદાની લિફટ ઉપડી. અમને સંજ્ઞાય ના જોઈએ અને સંજ્ઞીય ના જોઈએ.