________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩) બધું નર્યું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આશા “તમે પાળોને, એ મૂળ આત્મા નથી પાળતો.
પ્રશ્નકર્તા: હા, બરાબર છે.
દાદાશ્રી : એ આજ્ઞા પાળવાથી એક-બે અવતારની પુણ્યાઈ બંધાય છે. ભલેને, એ તો તીર્થકરની પાસે બેસી રહેવાનું થશે. કોઈ મુશ્કેલી નથી પણ આટલો ધરાપી લેવાનો છે, ચરી પાળી દેવાની છે આટલી. બીજી કશી ચરી પાળવાની નથી. ખાવા-પીવાનું બધું જ છે, પણ આ સ્મૃતિની (જ્ઞાન, આજ્ઞાની) વિસ્મૃતિ ના થાય, એટલે આમ ઊંધું ના પકડાય.
પ્રતિષ્ઠિત સાથે ડીલ કરો આમ પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા તે શુદ્ધાત્મા ઉપર આવરણ લાવી દે છે એમ લાગે છે તો તે ખરું છે ? તો તેનું નિવારણ શું? આપણે દાદા જેવા પ્રગટ જ્ઞાનીને પૂછયા વિના માલ ભરેલો તે એકદમ નીકળી જાય કે નહીં ? શુદ્ધાત્મા અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા છતાં અંતરાયો આવે છે તે શું કરવું ?
દાદાશ્રી : માલ એકદમ નીકળી જાય તો પછી શું કરશો ? અંતરાયો તો ઉપકારી છે. “અંતરાયો આવ્યા તેમ જાણો તે જ જાગૃતિ. શુદ્ધાત્મામાં રહી સમભાવે નિકાલ કરવો. જે કાંઈ થાય તે પ્રતિષ્ઠિત આત્મા કરે છે, તે પોતે લઈ ન લેવું, એ જ ઉપાય. એક સાપને સો વખત શુદ્ધાત્માની દૃષ્ટિએ જોઈએ તો સાપ પણ ન કરડે.
નિશ્ચય કરવા છતાય મોળા પડી જાય તો ફરી ફરી નિશ્ચય કરવો. પણ આ મારાથી નથી થતું, તે “નથી થતું એવું બોલાય જ નહીં. આવું બોલવાથી તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) છિન્નભિન્ન થઈ જાય છે.
હવે તો જે રહ્યું તે પ્રતિષ્ઠિત આત્મા છે. હવે પ્રતિષ્ઠિતને જરા પુશ ઑન આપવું પડે, શક્તિ આપવી પડે. આપણે બોલાવવું કે “હું અનંત શક્તિવાળો છું.” એટલે ચાલ્યું. આવું પાંચ-સાત વખત થાય એટલે શ્રદ્ધા