________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
૪૩
પ્રશ્નકર્તા : આ પ્રતિષ્ઠિતને વીતરાગ બનાવવો છે એ જ ભાંજગડ છે.
દાદાશ્રી : એને વીતરાગ બનાવવો તે જ ભાંજગડ. તે તમે વીતરાગ થઈ જશો, તો આને બનતા વાર નહીં લાગે પછી. વીતરાગતા તમારી અટકી છે, ત્યાં સુધી પેલાને અટક્યું છે. તમારો જ પડછાયો છે. તમે આમ કરો તો એ એમ કરે. તમે આમ કરતા બંધ થાવ એટલે એ બંધ થઈ ગયું.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા પણ વીતરાગ થઈ શકે ?
દાદાશ્રી: એ પાવર આત્મા છે. વીતરાગતાના ગુણો આવે. ખરેખર એ વીતરાગ હોય નહીં. વીતરાગતાનો પાવર આવે. મહાવીર ભગવાનનો હતો ને !
પ્રશ્નકર્તા ઃ એને વીતરાગ બનાવવાની શી જરૂર ?
દાદાશ્રી : “પ્રતિષ્ઠિત આત્મા’ મૂળ આત્માનો પ્રતિનિધિ છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા’ દોષ કરે છે ને પહોંચે છે મૂળ આત્માને !
પ્રશ્નકર્તા તો દાદા, આપણે પાછું એને “શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કહી, એને સાફ કરી નાખવાનું ને ?
દાદાશ્રી : ના, એ તો ગયુંને ! બધું સાફ થઈ ગયું. ને પ્રતિષ્ઠિત આત્મા હતો, તે આ પ્રતિષ્ઠાનું ફળ આપશે. તે આપણે જોયા કરવાનું કે ફળ શું આપે છે. તે ચંદુભાઈ ડિપ્રેસ થાય તો આપણે અરીસામાં લઈ જઈને ખભો થાબડવો કે ભઈ, તમે ગભરાશો નહીં, અમે છીએ તમારી જોડે.
પ્રશ્નકર્તા: પણ નવી પ્રતિષ્ઠા તો બંધ કરી દીધીને ? દાદાશ્રી : એ તો બંધ થઈ ગઈ. પ્રશ્નકર્તા એ જૂનું જે છે એ ! દાદાશ્રી: એ એકલી પાંચ આજ્ઞા પૂરતી પ્રતિષ્ઠા બંધાય છે. તે તો