________________
૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : દાદા, જે બેઠા હોય એને પહોંચાડે, પણ બેસવામાં ને
રિઝર્વેશનમાં ફેર ?
દાદાશ્રી : એ તો અનુભવ કરી જોજો ને !
જ્ઞાતીને ન અડે અસર પ્રતિષ્ઠિતની
આ ઊઠ્યા પછી શરીર ગરમ ગરમ થઈ ગયું ને જ્ઞાની આત્માએ જોયું ને જાણ્યું. પ્રતિષ્ઠિત આત્માને ના ગમે. બાકી અમે જાણીએ જે થયું તે વ્યવસ્થિત છે. જ્ઞાની આત્મા એ સ્વભાવિક આત્મા. તે ખાલી જાણે, શાતાય જાણે અને અશાતાય જાણે. વધારે પ્રમાણમાં છે કે ઓછા પ્રમાણમાં છે. પ્રતિષ્ઠિત આત્મા (સૂક્ષ્મતર અહંકાર) શાતા-અશાતા વેદે. અશાતા ડિસ્લાઈક કરે (ના ગમે) ને શાતા લાઈક કરે (ગમે). પણ જ્ઞાનીને કષાય ના હોય. અમારી દેહની ફરિયાદ કોઈક દહાડો જ હોય.
અમારા શબ્દોથી કોઈના મનને સહેજ ગોબો ના પડે. ગોબો એટલે સમજ્યા તમે ? વાસણ આમથી તેમ અથડાય તો શું થાય ? ગોબો પડે. આ લોકોના ક્રોધ છે તેનાથી એ વાસણ બળી જાય અને આ આનાથી ગોબો ના પડે. ગોબા વગર થાય વઢીએ-કરીએ તોય. પ્રતિષ્ઠિત આત્મા મહીં ભળે છે ને તેથી કદરૂપું લાગે. (સૂક્ષ્મતર અહંકાર) પ્રતિષ્ઠિત આત્માય ન ભળવો જોઈએ. તો કદરૂપું લાગે નહીંને ! તે આ સામાને કદરૂપું કેમ કરીને લાગે ? એટલે આ વીતરાગોની કેવી શોધ ! એની અજાયબી જોઈને આપણને એ (આશ્ચર્ય) થાય છે, નહીં ?
થાય ‘પોતે' વીતરાગ તો બને પ્રતિષ્ઠિત' વીતરાગ પ્રશ્નકર્તા : આ બધી પ્રતિષ્ઠિત આત્માની ભાંજગડ છે ને ?
દાદાશ્રી : ભાંજગડ એની જ છે, બીજી કશી ભાંજગડ નથી. આ આત્મા તો વીતરાગ જ છે. એમને એમ જ વીતરાગ છે. એ પોતાનો સ્વભાવ ઓળખી જાય, તો પોતે વીતરાગ જ છે. ભાંજગડ જ આ પ્રતિષ્ઠિત આત્માની છે.