________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
૪પ
બેસી જાય. પ્રતિષ્ઠિત અહંકાર જેમ જેમ ઘટતો જાય તેમ તેમ પ્રતિષ્ઠિત (આત્માનું) વીર્ય વધતું જાય.
આત્મશક્તિઓને તો આત્મવીર્ય કહેવાય. આત્મવીર્ય ઓછું હોય તે તપી જાય એ નબળાઈ છે. અહંકારને લઈને આત્મવીર્ય તૂટી જાય. અહંકાર જેમ જેમ ઓગળે તેમ તેમ આત્મવીર્ય ઉત્પન્ન થતું જાય. જો તપી જાય તો વીર્ય ઓછું થઈ જાય.
પ્રશ્નકર્તા બે આત્માનું પ્રતિષ્ઠિત આત્મા અને સંપૂર્ણ શુદ્ધ આત્મા. પ્રતિષ્ઠિત આત્માના સણો-દુર્ગુણો ઈન્દ્રિયો દ્વારા અભિવ્યક્ત થાય અને જે શુદ્ધ આત્મા છે એના તો કોઈ અંગો નથી, ઈન્દ્રિયો નથી, તો પછી એના ગુણો કેવી રીતે વ્યક્ત થાય ?
દાદાશ્રી : છે જ વ્યક્ત, આવરણ ખસે એટલે. આવરણ ખસેડવાના છે. એટલે આ પ્રતિષ્ઠિત આત્મા ન વધે (ઓગળતો જાય) એટલે વ્યક્ત જ છે. દીવો તો છે જ પણ પોતાને આવરણો ખસેડવાના છે.
પ્રતિક્રમણ કરનાર, પ્રતિષ્ઠિત આત્મા આપણે તો પૂર્ણાહુતિ કરવી હોય તો બે ભાગ રાખવા જોઈએ. એક ફાઈલ ભાગ, પ્રતિષ્ઠિત આત્મા અને બીજો મૂળ ભાગ, શુદ્ધાત્મા. ફાઈલોમાંના ભૂલવાળા ભાગને લીધે વિચારો આવે, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તો બન્ને ભાગમાં યથાર્થ રહી શકાય અને તેમ ન રહેવાય તો થયેલી ભૂલનું પ્રતિક્રમણ કરવાનું ફાઈલને કહી દેવું જોઈએ. મૂળ ભાગને તો પ્રતિક્રમણ હોય જ નહીં.
ક્રોધ નથી કરવો આપણે એ કહેનાર પણ પ્રતિષ્ઠિત આત્મા. આપણે જોનાર ને જાણનાર. ક્રોધ થયો જાણ્યું એટલે આપણે જ્ઞાતાદ્રષ્ટા. પ્રતિષ્ઠિત આત્મા પાસે પ્રતિક્રમણ કરાવવું, તદ્રુપ-એકાકાર થઈને નહીં.
પ્રશ્નકર્તા: હા, અતિક્રમણ એ જ કરે છે, એટલે પ્રતિક્રમણ એની પાસેથી જ કરાવવાનું.