________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
સહેજે ઉકલે, ત કરે ડખલ તો
પ્રશ્નકર્તા : એટલે દાદા, પ્રતિષ્ઠિત આત્મા તરીકે જે જુદો પડ્યો, એની અંદર જો કોઈ પણ પ્રકારની ડખલ ન કરે તો એની મેળે સમાઈ જાય, એ ગલન થઈ જાય ?
૩૯
દાદાશ્રી : એ તો એની મેળે સહજ રીતે છૂટે છે, આ તેને ડખલ કરે છે. ડખલ પાછલો અહંકાર કરે છે. મડદાલ અહંકાર ડખલ કરે છે અને
તે મડદાલ અહંકારને બુદ્ધિ છે તે પપલાવે છે. આ બુદ્ધિ એને હેરાન કરે છે, નહીં તો સહજભાવે ઉકલ્યે જ જાય છે.
પ્રતિષ્ઠિત આત્માને લીધે ‘હું ચંદુભાઈ’ એમ તમારું જ્ઞાનમાં બધું હતું અને ‘આનો ફાધર થઉં', ત્યાં સુધી પ્રતિષ્ઠા કહેવાય. પણ એ પ્રતિષ્ઠા તમે છોડી નાખી કે ‘હું તો શુદ્ધાત્મા’ ને ‘ચંદુભાઈ’ તો મારા પહેલાના કર્મનો ફોટો જ છે જૂનો. તે ભોગવવાનો છે. તે દંડ છે મારો, ગનેગારી છે. આ ગનેગારી ભોગવવાની છે. બાકી હું કંઈ ખરેખર ચંદુભાઈ ન્હોય. એ પ્રતિષ્ઠા કરે તો જ પેલા ઊભા રહે પણ ‘હું શુદ્ધાત્મા’ થઈ ગયા એટલે પ્રતિષ્ઠા તૂટી ગઈ. એટલે પછી એ એની મેળે બધું વિદાયગીરી લેવા માંડે એકેએક. વિદાયગીરી તો એમણે લઈ લીધી જ છે પણ આ તો પાછલી જે ગનેગારી છે ને, એનો નિકાલ કરવામાં ટાઈમ જાય છે બધો. હા, એ ગનેગારી, આ આની જોડે આમ ભાંજગડ કરી, આને સળી કરી આવ્યો, આને આમ પાડી આવ્યો, આને ટૈડકાવ્યો, એ બધું પાછું એનો હિસાબ ચૂકવવામાં જ ટાઈમ બધો જતો રહે છે. આપણે પ્રતિષ્ઠાઓ તો બધી ગઈ, હવે પેલી મૂઢસૃષ્ટિ બધી જતી રહી. પણ હવે આના નિકાલ માટે ભાંજગડમાં રહેવું પડે છે.
શુદ્ધાત્મા તો થઈ ગયો, દાદાએ એ પદ આપી દીધું. હવે નિકાલ કરો, કહ્યું. તે આ નિકાલ કરવામાં વખત જાય છે બધો. નિકાલ તો
આપણી ગનેગારીનો કોણ બીજો કોઈ કરી આપવાનો છે ?
પ્રશ્નકર્તા ઃ ગનેગારી લખાવી છે એટલે એ નિકાલ તો આપણે જ કરવો પડે.