________________
૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : એ આપણે કરવો પડે ને ! અને વખતે આપણે નિકાલ કરતા ના ફાવે તો જ્ઞાની પુરુષને પૂછીએ કે સાહેબ, આ કેવી રીતે ? તો એ દેખાડે રસ્તો, ચાવીઓ દેખાડે કે કેવી રીતે નિકાલ કરવો આનો. પણ નિકાલ કરવાનો છે, બીજું કશું કામ બાકી રહ્યું નથી હવે.
હવે તમે “ફાઈલનો નિકાલ કરો. એ ફાઈલો “પ્રતિષ્ઠિત આત્માની છે. એ આપણી ગુનેગારી છે. કારણ કે “આપણે” અજ્ઞાનભાવે આવું ઊભું કર્યું છે !
આજ્ઞા ના પાળે પ્રતિષ્ઠિત તમારે પ્રતીતિમાં છે “હું શુદ્ધાત્મા છું' એવું અને લક્ષમાં છે. અનુભવમાં થોડું છે પણ તે રૂપ થયા નથી. એ થવા માટે પાંચ આજ્ઞા પાળે તો તે રૂપ થાય. એટલે કરવાનું બાકી ના રહ્યું.
પ્રશ્નકર્તા ઃ આજ્ઞા કોણ પાળે છે, એ પ્રતિષ્ઠિત આત્મા પાળે છે ને?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને પાળવાનો સવાલ જ ક્યાં છે એમાં ? આ તો તમારે જે આજ્ઞા પાળવાની છે, તે તમારો જે પ્રજ્ઞા સ્વભાવ છે, તે તમને બધું કરાવડાવે. આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે એ. એટલે બીજું ક્યાં રહ્યું છે ? વચ્ચે કોઈ ડખલ જ નથી કોઈની. એ આજ્ઞા પાળવાની, અજ્ઞાશક્તિ નથી કરવા દેતી તે આ પ્રજ્ઞાશક્તિ કરવા દે છે.
આ આપણા સામાયિક-પ્રતિક્રમણમાં પ્રતિષ્ઠિત આત્મા બિલકુલ છે જ નહીં. આ સાધુ-સંન્યાસી કે જેઓ પ્રતિષ્ઠિત આત્મામાં જ છે, એ “આ શી રીતે કરી શકે ? આમાં તો શુદ્ધાત્મા, તે પ્રજ્ઞાનું જ કામ છે. પ્રતિષ્ઠિત આત્મા આમાં છે જ નહીં.
મોક્ષે લઈ જનારી બધી જ ક્રિયા પ્રજ્ઞા કરે છે, ભેદ પડાવે છે તે લબાડો (બુદ્ધિ) છે અને તન્મયાકાર થાય છે તે પ્રતિષ્ઠિત આત્મા છે.