________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
પ્રશ્નકર્તા : સાચા સ્વરૂપનું ભાન થઈ જાય એટલે નવી પ્રતિષ્ઠા થવાનું બંધ થઈ જાય ?
૨૭
દાદાશ્રી : હા, પ્રતિષ્ઠા થવાનું બંધ થાય. અને પ્રતિષ્ઠા થવાનું બંધ થાય એટલે ત્યાર પછી રહ્યું શું ? ત્યારે કહે, (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા.
પહેલા પ્રતિષ્ઠા કરીને આવ્યો છે, તેથી દેહ ઊભો થયો. હવે પ્રતિષ્ઠા નથી કરતા. ‘હું આ દેહ છું’ એ પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ. ‘આ મારું છે' એ પ્રતિષ્ઠા બંધ થઈ.
આત્મા-પરમાત્માની વાત કોઈ દા'ડો નીકળેલી જ નહીં. આત્મા અને પુદ્ગલ સંબંધની વાતો નીકળેલી. તે આત્મા શબ્દમાં પ્રતિષ્ઠિત આત્માની જ વાત હોય. મૂળ આત્માની વાત કોઈ જગ્યાએ નીકળે નહીં. કોઈ બોલેલો જ નહીંને ! આ જ ચેતન છે, એવું કહેલું.
મૂળ આત્મા જાણતા જ નથી અને શું હકીકત કહેવા માંગે છે, કે આ જે છે એ જ ચોખ્ખો થવો જોઈએ અને એ ચોખ્ખો થઈ ગયો કે મોક્ષ પછી. અને કહે કે આને જ શુદ્ધ કરો, પ્રતિષ્ઠિત આત્માને. ક્યારે પત્તો પડે ? રકમમાં ભૂલ, તે જવાબ શી રીતે આવે ? તેથી કહીએ, દસ લાખ વર્ષે આવું તરત માખણનું ઘી હાથમાં આપી દેવાનું. ઘી તાવી લેવાનું, તે પોતાને તાવવુંય ના પડે, આજ્ઞાપૂર્વક મૂકી દીધું કે થઈ ગયું ઘી.
કષાયાધીત આત્મા આત્માધીત કાય
પેલા ક્રમિકમાર્ગમાં છે તે કષાયાધીન આત્મા, એ પ્રતિષ્ઠિત આત્મા અને આ આત્માધીન કષાય એ શુદ્ધાત્મા અને પરમાત્મા, એને કષાયરહિત આત્મા કહે છે.
-
પ્રશ્નકર્તા : એટલે આત્માધીન કષાય ના સમજાયું.
દાદાશ્રી : આ તમને બધા કષાયો તમારા આધીન છે, એટલે તમે સંયમમાં આવ્યા છો. કષાય તમને આધીન છે અને પેલા કષાયને આધીન, કોઈ સંયમ હોય નહીં. જગત આખું કષાયાધીન છે, આત્માને આધીન ન હોય અને સંયમમાં આવ્યો એટલે આત્માધીન થયા.