________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
માનીને પરમાણુ-પરમાણુ ઓછા કરતા કરતા આગળ જાય છે. મોહના એક-એક પ૨માણુ એમને ઓછા કરતા જવાનું. પચ્ચીસ પ્રકારના મોહ છે, પચ્ચીસ પ્રકારના મોહ ચાર્જ થાય અને પચ્ચીસ પ્રકારના મોહ ડિસ્ચાર્જ થાય. એ પાછું ડિસ્ચાર્જ તો થવાનું જ નિયમથી અને પછી એની પાછળ ચાર્જેય થવાનું. ડિસ્ચાર્જ થાય, પાછા ચાર્જ થયા કરે. આપણે અક્રમમાં ચાર્જ થતું બંધ થઈ જાય, ડિસ્ચાર્જ રહે.
૨૬
પ્રશ્નકર્તા : એમ કહ્યું છે કે,
‘સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ;
વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ', એ સમજાવો.
દાદાશ્રી : ક્રમિક માર્ગ પ્રતિષ્ઠિત આત્માને ‘આત્મા' કહે છે. આપણે મૂળ આત્માને ‘આત્મા’ કહીએ છીએ. એ આત્માને વેદકતા ના હોય. કારણ કે બેઉનો કહેવાનો દૃષ્ટિફેર છે. એ સાચું કહે છે કે એને વેદકતા હોય જ. આ એના ગુણ વિલાસ એવું લખ્યું છે ને, તે આટલા ગુણો હોય, કહે છે. તે વેદકતા ગુણ પ્રતિષ્ઠિત આત્માને છે. તે આપણે એમ કહ્યું છે ને, કે અહંકારમાં એટલે પ્રતિષ્ઠિત આત્મા કહો કે અહંકાર કહો, જે કહો, તે બધું એકનું એક જ છે આ.
મૂળ આત્મા રહ્યો બાજુ, પ્રતિષ્ઠિતને પકડે ક્રમિક
ના ગમતું આવે ત્યારે દ્વેષ કરે પણ તે કયો આત્મા ? પ્રતિષ્ઠિત આત્મા (ચાર્જ). પેલો મૂળ આત્મા અક્રમ સિવાય આ કાળમાં કોઈ દહાડો જડે નહીં. હવે ક્રમિક માર્ગમાં પ્રતિષ્ઠિત આત્માને વીતરાગ બનાવવાનો છે. હા, ભાવના કરી કરીને અને દરેક અવતારમાં ભાવના ફેરવ ફેરવ કરવાની, ભાવકર્મથી ભાવના ફરે, એમ કરતા કરતા કરતા વીતરાગ થાય.
પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં પ્રતિષ્ઠિત આત્માને વીતરાગ કરવા માંગે છે અને અક્રમમાં ?
દાદાશ્રી : અક્રમમાં તો અમે તમને જ્ઞાન આપ્યું ને તે તમે પોતે જ થઈ ગયા. આ બધું નિકાલ કરી નાખો હવે.