________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
રપ
છે તમારો, બીજી પ્રતિષ્ઠા થઈ રહી છે. ગયા અવતારની પ્રતિષ્ઠાની નિર્જરા થયા કરે છે, અને નવી પ્રતિષ્ઠાનો બંધ પડે છે.
વ્યવહાર આત્મા સમજાવ્યો, “પ્રતિષ્ઠિત આત્મા’ કહીને
આ ક્રમિક માર્ગમાં બધા, આપણે જેને “પ્રતિષ્ઠિત આત્મા’ કહીએ છીએ એને એ વ્યવહાર આત્મા’ કહે છે. વ્યવહાર આત્માને જ આત્મા માની બેઠા છે, અને એને જ સ્થિર કરવો છે ને એને જ કર્મરહિત કરવો છે, કહે છે. અને એ એવું માને છે કે આત્મા કર્મથી બંધાયો છે આ અને આ જ આત્મા છે. ના, આત્મા તે નથી, આત્મા તો કર્મથી મુક્ત જ છે. ફક્ત “તને” એ ભાન નથી. તારે ભાન આવે એ જરૂર છે. આપણે શું કહેવા માંગીએ છીએ ? “તને આ ભાન નથી આવ્યું, આ “તને ભ્રાંતિ છે. જ્યાં આત્મા નથી ત્યાં તું આરોપ કરું છું કે આ આત્મા છે. માટે આત્માને તું જાણ. તો આ બધું મુક્ત જ છે. નહીં તો કરોડો અવતાર સુધીય તારું અજ્ઞાન જાય નહીં.
સુખ ભોગવે છે એય અહંકાર, દુઃખ ભોગવે છેય તેય અહંકાર શુદ્ધાત્મા જુદો જ છે. આ અહંકાર જે કહેવાય છે ને એ પ્રતિષ્ઠિત આત્મા, બાકી આમ તીર્થકરોએ એને ‘વ્યવહાર આત્મા’ કહેલો છે. અત્યાર સુધી આ ભગવાન મહાવીરે વ્યવહારથી, વ્યવહાર આત્મા’ કહેલું, એ વ્યવહાર આત્મા લોકોને સમજાયું નહીં ને ઊંધું બફાયું. એટલે મારે એને પ્રતિષ્ઠિત આત્મા એટલે પાવર ચેતન કહેવું પડ્યું. પાવર ચેતન એટલે પાવર ખલાસ થઈ જશે એટલે પડી જશે. અને નવું પાવર ચેતન ઊભું કરે છે એ પોતે. પ્રતિષ્ઠા કરે છે કે હું ચંદુલાલ છું,’ (ચાર્જ અહંકાર) એ પોતે પોતાની મૂર્તિમય પ્રતિષ્ઠા કરે છે. હું શુદ્ધાત્મા છું” (નિરહંકાર) એ અમૂર્તિની પ્રતિષ્ઠા. “શુદ્ધાત્મા છું' એ કોની પ્રતિષ્ઠા કરે છે ? અમૂર્તની. એટલે મૂર્તિ નહીં હવે, હું અમૂર્ત. અને આ મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે ને આવતે ભવ મૂર્તિ મળે. મૂર્તિની ભક્તિ કરવામાં આવે, મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે એટલે આવતે ભવ મૂર્તિ થાય.
ક્રમિક માર્ગમાં ‘પ્રતિષ્ઠિત આત્મા એ જ મારો આત્મા છે', એમ